ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી પાલિકા દ્વારા દુષિત પાણી વિતરણ, અધિકારીઓના આંખ આડા કાન - Gujarat

રાજકોટઃ ધોરાજી કોંગ્રેસ શાસિત પાલિકા છે, ત્યારે ચૂંટણી સમયે લોકોને પ્રાથમિક સુવિધા આપવાના પોકળ વચનો આપી ગયેલા નેતાઓ હાલ ગૂમ થઇ ગયા છે. હાલ ઉનાળાની આકરી ગરમીમાં દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

rjt

By

Published : May 4, 2019, 5:47 PM IST

ધોરાજીના આંબાવાડી વિસ્તારમાં દુર્ગંધ મારતું દુષિત પાણી વિતરણ છેલ્લા 6 મહિનાથી કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી અને લોકોને હાલાકી ભોગવવી પડે છે. આંબાવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા જે પાણી વિતરણ કરાય છે, તે પીવાલાયક અને વાપરવા લાયક નથી. પાલિકાના સતાધીશો પદાધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવતું નથી અને ના છૂટકે લોકોને ખાનગી ટેન્કરનો સહારો લેવો પડે છે.

ધોરાજી પાલિકા દ્વારા દુષિત પાણી વિતરણ

દુષિત પાણી વિતરણ બાદ આંબાવાડી વિસ્તારની મહિલાઓનો રોષ ચરમ સીમાએ છે. પીવાના પાણીની લાઈનમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભળી જતા ભારે હાલાકી થઇ રહી છે. આ વિસ્તારમાં છેલ્લા 6 માસથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરાઈ રહ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પાલિકામાં અનેક વખત રજુઆત કરી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ અમારી રજુઆત સાંભળતા નથી અને વાપરવામાં પણ ઉપયોગ ન લઇ શકાય તેવું પાણી વિતરણથી મહિલાઓની મુશ્કેલીઓ વધી છે.

ધોરાજીમાં પાલિકા દ્વારા 6થી 7 દિવસે પીવાનું પાણી વિતરણ કરાય છે અને તે પણ દુષિત પાણીનું વિતરણ કરાય છે.

ABOUT THE AUTHOR

...view details