રાજકોટ : ધોરાજી શહેરમાં આવેલી શાકમાર્કેટ કે જે તંત્ર દ્વારા બે કરોડ ઉપરાંતનો ખર્ચ કરી અને જૂની શાકમાર્કેટને (New vegetable market in Dhoraji) તોડી પાડી નવી અદ્યતન શાક માર્કેટ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે છ વર્ષ કરતાં પણ વધારે સમય પહેલા શરૂ કરેલું કામ અને ખાલી કરાવેલી શાક માર્કેટમાં નવું બાંધકામ પૂર્ણ થયું હોવા છતાં પણ હજુ સુધી આ શાકમાર્કેટને શાકમાર્કેટ ચલાવતા અને શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને સોંપવામાં નથી આવી. જેને લઈને ઘણા વર્ષોથી બંધ હાલતમાં આ શાકમાર્કેટ હાલ ખંઢેર હાલતમાં થઈ ગઈ છે. અહીંયા અસામાજીક તત્વોનો મોટો અડો પણ બનતો જાય છે. (vegetable market in Dhoraji)
વ્યાપારીઓનું શું કહેવું છે આ અંગે સ્થાનિક વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે, છ વર્ષ પહેલા આ શાકમાર્કેટ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. વ્યાપારીઓ દ્વારા આ શાકમાર્કેટને ખાલી કરી છૂટક રીતે શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. જોકે, છ વર્ષ થયા છતાં શાકમાર્કેટનું કામ પૂરું થઈ ગયું છે, પરતું હજુ સુધી શાકમાર્કેટમાં જે વ્યાપારીઓના હતા, તે વ્યાપારીઓને તેમના શાળાઓ પરત નહીં સોંપવામાં આવતા આ શાકમાર્કેટ ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે. જેમાં હાલ પશુઓ તેમજ અસામાજિક તત્વોનો આતંક પણ શરૂ થયો છે. જેને લઈને ઠેર ઠેર ગંદકી તેમજ દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળી રહી છે.(Dhoraji vegetable market in ruins)
છ વર્ષથી શાકમાર્કેટ બંધ આ શાકમાર્કેટ જ્યારે ફરી વખત બનાવવાની હતી, ત્યારે એક વર્ષમાં પરત સોંપી દેવામાં આવશે તેવી વાત કરવામાં આવી હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે, પરંતુ છ વર્ષ કરતા વધુ સમય વીત્યો પણ હજુ સુધી આ શાકમાર્કેટ શરૂ નથી કરવામાં આવી. જેને લઈને તંત્ર દ્વારા આ શાકમાર્કેટ કેમ શરૂ નથી કરવામાં આવી રહી. તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ શાકમાર્કેટ હાલ શરૂ નહીં કરાતા અહીંયા પશુપાલકો પોતાના પશુઓ છોડી જાય છે. તેમજ અહીં મૂકેલી ઝારીઓની અંદર પોતાના પશુઓ પૂરી જતા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ અહીંયા અનેક ઉકરડાઓ તેમજ દેશી દારૂની ખાલી કોથળીઓના ઢગલાઓ જોવા મળે છે. (Dhoraji vegetable market Dirt)