- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમા
- ઝાંઝમેર બેઠકમાં કોંગ્રેસ બિનહરીફ
- આ અગાઉ ભાજપને પણ ઘણી બેઠકમાં બિનહરીફ જીત મળી
રાજકોટઃ ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને આ બેઠકમાં બિનહરીફ જીત મળી છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં.