ધોરાજી પોલીસે રાજકીય આગેવાનના ઘરે જુગારની રેડ કરી આઠ વ્યક્તિઓને ઝડપી લીધા રાજકોટ:ધોરાજી શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડિલક્ષ એપાર્ટમેન્ટમાં ધોરાજી પોલીસે જુગારની રેડ કરી આઠ જેટલા વ્યક્તિઓને ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ સાંસદ હરિભાઈ પટેલના સાઢુભાઈ અને નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ રમેશભાઈ લાડાણીના ઘરે જુગારની રેડ કરી આઠ જેટલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. જેમાં શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડિલક્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 501 માં જુગાર ચાલતો હોય તેવી બાતમી મળી હતી. જેને લઈને બાતમીના આધારે ધોરાજી પોલીસે રેડ કરી આઠ જેટલા વ્યક્તિઓને રૂપિયા 4,08,840 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આઠેય વ્યક્તિ સામે જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર: આ અંગે ધોરાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ હરદેવસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદની અંદર જણાવ્યું છે કે, ધોરાજી શહેરના સ્ટેશન પ્લોટ પર આવેલ ડીલક્ષ એપાર્ટમેન્ટના રૂમ નંબર 501 માં જુગાર ચાલે છે. તેવી અગાઉથી બાતમી મળી હતી જેને લઈને બાતમી વાળી જગ્યા પર જુગારની રેડ કરી આઠ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા છે. રેડ દરમિયાન પોલીસે રોકડ રૂપિયા 2,70,860 તેમજ નવ મોબાઈલ અને ત્રણ મોટરસાયકલ સહિત રૂપિયા 4,08,840/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કર્યો છે.
ગુનો નોંધી તમામની અટકાયત: ધોરાજી શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પડેલી રેડની અંદર ધોરાજી પોલીસે રમેશભાઈ નરસીભાઈ લાડાણી, રૂપચંદભાઈ માણેકચંદભાઈ મોંડલ, અમૃતભાઈ બચુભાઈ ત્રાદા, નીખિલભાઈ હરસુખભાઈ હરપાર, જીતેન્દ્રભાઈ વજુભાઈ કોયાણી, વિંકલભાઈ જેન્તીભાઈ વાછાણી, હનીફભાઈ ફારૂકભાઈ પઠિયાવાલા, સિકંદરભાઈ વલીભાઈ મંદરા નામના આઠ વ્યક્તિઓને ઝડપી લઈને તમામ સામે ધોરાજી પોલીસે જુગાર ધારા 4 અને 5 મુજબનો ગુનો નોંધી તમામની અટકાયત કરી છે.
કાયદેસરની કાર્યવાહી: આ ઘટનામાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ધોરાજી પોલીસને કરેલી જુગારની રેડમાં રાજકીય આગેવાન ઘરમાં જુગારનો અખાડો ચાલતો હોય તેવી બાતમી મળતા પ્રથમ તો સમગ્ર મામલાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર બાબતની જાણ મીડિયા સુધી પહોંચી જતા મામલો રફેદફે થઈ શક્યો ન હતો. જેથી પોલીસે કરેલી રેડ અંગે ખબર ફેલાઈ જતા જુગારના અખાડા અને જુગાર અંગેની પોલીસે કરેલ રેડ બાદ ધોરાજી પોલીસે ફરિયાદ દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.
- Rajkot Crime: ઢાંક ડુંગરેશ્વર મહાદેવ પાસે રહેલ સમાધિ તોડી નાખવાની બાબતે પૂછતા પૂજારીએ યુવક પર કર્યો હુમલો
- Rajkot Crime: રાજકોટમાં બેફામ કાર ચલાવતા શખ્સ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી