રાજકોટ : ધોરાજી પંથકમાં ઘણા સમયથી નાનાં મોટાં વાહનો ચોરી થવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં અલગ-અલગ વિસ્તારોમાંથી મોટા ભાગના એકટીવા ચોરી થયા છે. ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં વાહન ધારકોએ પોતાના બાઈકની ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ધોરાજી પોલીસને મોટી સફળતા મળી હતી. ધોરાજીના વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન બે શખ્સો નંબર પ્લેટ વગરના એકટીવા સાથે બસ સ્ટેન્ડ તરફથી આવી રહ્યા હતા. તેની પોલીસે પુછપરછ કરતા આ ભેદ ઉકેલાયો હતો.
ધોરાજી પોલીસે 10 ચોરાયેલી બાઈક સાથે 3 આરોપીઓની અટકાયત કરી
ધોરાજીમાં 10 ચોરાયેલી બાઈક અને 2 મોબાઈલ સાથે 2 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધોરાજી પોલીસે અટકીયત કરી હતી. ત્યારે ધોરાજીની આમ જનતાએ રાહત અનુભવી હતી.
જેમાં પોલીસને 10 બાઈકની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાં 10 બાઈક , 8 એકટીવા, 1 સપ્લેન્ડર પ્લસ અને 1 એક્સેસ સાથે ધોરાજીના જીતેન્દ્ર દવે , સુનીલ સોલંકી અને અક્રમ પઠાણ સહિત 3 આરોપીની ધોરાજી પોલીસે 10 બાઈક સાથે 2 મોબાઈલ મળી કુલ 2 લાખ જેવો મુદ્દામાલ પકડી પાડયો હતો.
આ આરોપી પોતાના મોજ શોખ માટે ચોરી કરતા હતા. આ ત્રણેય આરોપીઓની ઉંમર 19 થી 23 વર્ષના યુવકો હોય તેવું જાણવા મળ્યુ હતુ. ધોરાજીમાંથી 10 બાઈકની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી ત્યારે ધોરાજીની આમ જનતાએ રાહત અનુભવી હતી.