ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની કરી ધરપકડ - Daru

ધોરાજીના જમનાવડ ગામ તરફથી ઓટો રીક્ષામાંથી દારૂનો જથ્થો લઇ જતાં એક શખ્સને ધોરાજી પોલીસે કુલ કિંમત રૂપિયા 75, 400 મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ધોરાજી પોલીસ
ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ધોરાજી પોલીસ

By

Published : Nov 25, 2020, 2:09 PM IST

  • જમનાવડ ગામ તરફથી ઓટો રીક્ષામાંથી મળી આવ્યો દારૂનો જથ્થો
  • આરોપીની પૂછપરછમાં વધુ 2 લોકોના નામ ખુલ્યા, પોલીસે તપાસ હાથ ધરી
  • એક શખ્સને પકડી પાડી વધુ 2 શખ્સને પકડવા માટે ધોરાજી પોલીસે ચક્રોગતિમાન કર્યા

ધોરાજી: જમનાવડ ગામ તરફથી ઓટો રીક્ષામાંથી દારૂનો જથ્થો લઇ જતાં એક શખ્સને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ધોરાજી પોલીસ

અન્ય બે શખ્સને પકડવા ચક્રો કર્યા ગતિમાન

ધોરાજી પોલીસ રવીરાજસિહ જાડેજા, ચંદ્રસિહ વસૈયા, પ્રદીપસિંહ ચુડાસમા, રવજીભાઇ હાપલીયા સહદેવસિંહ ચૌહાણ, અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પો.કોન્સ સહદેવસિહ ચૌહાણ તથા પ્રદિપસિહ ચુડાસમાએ બાતમીના આધારે જમનાવડ ગામ તરફથી એક નંબર વગરની ઓટો રીક્ષામાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તે સિવાય બીયરના ટીન મળી કુલ 508 નંગના કિંમત રૂપિયા 62,400 તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા 3,000 તેમજ ઓટો રીક્ષાની કિંમત રૂપિયા 10,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 75, 400 મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.

આ મામલે નવાજભાઇ અમીનભાઇ ડોસાણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details