- ધોરાજીમાં 24 કલાકમાં નવા 54 કેસ સામે આવ્યા
- ધારાસભ્ય લલિત વસોયા પણ કોરોનાની ઝપટે
- લલિત વસોયાની સાથે સાથે તેના માતા અને પૌત્ર પણ કોરોનાની ઝપટે
રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજીના લોકોને વેક્સિન લેવા અને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી હતી. ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પણ કોરોનાની ઝપટે આવી ગયા છે. તેમની સાથે તેમના માતા અને પૌત્ર પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના બેકાબૂ, રસ્તા પર દર 4 મિનિટે જોવા મળે છે એમ્બ્યુલન્સ