ગુજરાત

gujarat

ETV Bharat / state

Dhoraji Marketing Yard: તલનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં ભાવને લઈને ચિંતા, ઉપજ સામે આવકનો પ્રશ્ન - Dhoraji Marketing

માર્કેટિંગ યાર્ડમાં તલ વેચવા માટે આવતા ખેડૂતોમાં હરાજીમાં મળતા ભાવથી અસંતોતોષ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વર્તમાન સમયમાં મળી રહેલા ભાવ પોસાઈ તેમ ના હોય તેને લઈને ખેડૂતોએ વળતરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી છે. જુઓ આ અહેવાલમાં.

તલનું ઉત્પાદન કરેલ ખેડૂતોમાં ભાવને લઈને ચિંતાનો માહોલ, વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી
તલનું ઉત્પાદન કરેલ ખેડૂતોમાં ભાવને લઈને ચિંતાનો માહોલ, વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી

By

Published : May 27, 2023, 2:00 PM IST

Updated : May 27, 2023, 2:07 PM IST

Dhoraji Marketing Yard: તલનું ઉત્પાદન કરેલ ખેડૂતોમાં ભાવને લઈને ચિંતાનો માહોલ, વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી

રાજકોટ: સિઝન વગર વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મોંઘા બિયારણ તો લીધા, પરંતુ ભાવ અડધા પણ નથી મળી રહ્યા. હાલ તો ખેડૂતોને રાતાપાણી એ નહીં. વરસાદના રાતાપાણી પાણીથી ન્હાવાનો વારો આવ્યો છે. જેનું પરિણામ છે કે, ખેડૂતોના કોઇ પાકના ભાવ મળી રહ્યા નથી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તલના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે તલના ભાવ રૂપિયા 2450 થી રૂપિયા 2600 સુધીના ભાવો ખુલી બજારમાં હરાજીમાં બોલાયા છે. કમોસમી વરસાદને કારણે તલના પાકને નુકસાન થયેલ હોવાથી ઉતારો પણ ઓછો અને નબળો આવેલ છે. જેથી માર્કેટિંગ યાર્ડમાં પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત છે.

તલનું ઉત્પાદન કરેલ ખેડૂતોમાં ભાવને લઈને ચિંતાનો માહોલ, વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી

" વર્તમાન સમયની અંદર આવક માપે મેળે ચાલુ છે. જેમાં તેઓ જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે તલ વેચવા આવ્યા હતા. ત્યારે તે દિવસે પણ બજારની અંદર ભાવમાં ઘટાડો આવ્યો હોવાનું જણાવે છે. ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા 3000 જેવી વળતરની રકમ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે. તેમજ આવતા વાવેતર માટેનો ખર્ચ પરવડે તેવું જણાવ્યું છે.--રતિલાલ હરપાળ (ખેડૂત )

તકલીફ વેઠવાનો વારો: ખેડૂતોને જાણે આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક વખત નુક્ષણીઓ તેમજ ખેડૂતોને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અહી ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે તલ લઈને આવતા ખેડૂતો જણાવે છે કે, તલના તેઓને પોષણક્ષમ ભાવ નહી મળતા હોવાનું જણાવ્યું છે અને ભાવને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ વર્ષ કમોસમી વરસાદ, ધુમ્મસને કારણે ખેડૂતોએ કરેલ મહેનતનુ સંતોષકારક પરિણામ નહીં મળ્યું હોવાનું ખેડૂતો જણાવે છે. ખેતર સારા પાકની આશાએ ખેડૂતોએ આ વર્ષ પણ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ હતો અને પોતાના ખેતર તલનુ મહા મહેનતે વાવેતર કરેલ હતું.

વાવાઝોડાએ વિનાશ: આ વાવેતર બાદ અને મહેનત કર્યા પછી પણ કુદરતી આફતને કારણે કમોસમી વરસાદ, વાવાઝોડાએ વિનાશ સર્જેલ છે. આ ઉપરાંત ધુમ્મસને લઈને વાતાવરણમા આવેલ ફેરફારને કારણે તલના પાકને ઘણુ નુકસાન થયેલ છે. આ નુકસાનીને કારણે તલના પાકમા જોઈ તેટલો ઉતારો આવેલ નથી તેવું ખેડૂતો જણાવે છે. જેટલો તલના પાકની ઉપજ થયેલ છે તે તલનો પાક લઈને ખેડૂતો જ્યારે માર્કેટીંગ યાર્ડમા અને ખુલી બજારમા ખેડૂતો તલ લઈને પહોંચેલ હતા.

તલનું ઉત્પાદન કરેલ ખેડૂતોમાં ભાવને લઈને ચિંતાનો માહોલ, વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી

ખેડૂતોમાં નિરાશા: પોષણક્ષમ ભાવ ન મળેલ હોવાનું ખેડૂતો જણાવે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખૂલી બજારમા હાલ તલના ભાવ રૂપિયા 2450 થી રૂપિયા 2600 રૂપિયા મણનો ભાવ તલમાં બોલાઈ રહ્યા છે. તેથી ખેડૂત ચિંતિત જોવા મળેલ છે. ખેડૂતોએ તલના ભાવ પુરા ન હોવાથી ખેડૂતોને હાલ ભાવોને લઈને નિરાશા હાથ લાગી છે. ખેડૂતો જણાવેલ કે, તલના ભાવ 3000 થી વધારે આવે તો જ પોસાય તેમ છે કારણ કે, નવું વાવેતર કરવા માટે તલ વેચવા પડી રહ્યા છે. તેમાંથી થયેલ આવલ બાદ નવા વાવેતર માટે સાહસ કરી શકે તેમ છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે.

  1. Rajkot Crime : રાજકોટમાં તબીબ યુવતીએ કરેલી આત્મહત્યાનું કારણ અકબંધ
  2. AIIMS Rajkot: ઓકટોબરથી રાજકોટ એઈમ્સમાં IPD વિભાગ શરૂ, જિલ્લા ક્લેકટરની ચોખવટ
  3. Rajkot News : થેલેસેમિક દર્દીઓને રાહત, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન સુવિધા શરુ
Last Updated : May 27, 2023, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details