ગુજરાત

gujarat

ETV Bharat / state

Dhoraji Crime: ચોરના પણ ફ્લેવર્સ બદલાયા, તિજોરીમાંથી નહી ખેતરમાંથી 32 મણ સુકા લાલ મરચાં ચોર્યા - Dhoraji crime

રાજકોટમાં આવેલા ધોરાજીના તોરણીયા ગામમાં ચોરે ચોંકાવનારી ચોરી કરી છે. ખેડૂતોને દિવસે ફરસાવીને રાત્રે ચોરી કરતા હતા, પરંતુ પોલીસે પણ બાજ નજરે ચાર ચોરને ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા તમામ ચોર પોલીસના હાથમાં આવી ગયા હતા.

Dhoraji Crime: ચોરના પણ ફ્લેવર્સ બદલાયા, તિજોરીમાંથી નહી ખેતરમાંથી 32 મણ મરચાં ચોર્યા
Dhoraji Crime: ચોરના પણ ફ્લેવર્સ બદલાયા, તિજોરીમાંથી નહી ખેતરમાંથી 32 મણ મરચાં ચોર્યા

By

Published : Mar 24, 2023, 11:52 AM IST

Updated : Mar 24, 2023, 3:39 PM IST

રાજકોટ:તમે ચોરને સોના-ચાંદી કે હિરા કે પૈસાની ચોરીના કિસ્સા સાંભળ્યા હશે. પંરતુ મોંઘવારીએ તો ચોરને પણ ગરીબ કરી દીધા છે. હવે માર્કેટમાં ખરેખર મોંઘવારી વધી ગઇ છે તેવું આ કિસ્સાથી કહી શકાય. રાજકોટમાં આવેલા ધોરાજીના તોરણીયા ગામમાં ચોર સુકા લાલ મરચાંની ચોરી કરતા ઝડપાયા છે. ખેડૂતોના ખેતરમાં વેપારી બનીને દિવસે આંટા મારી લેતા હતા અને પછી રાત્રે ચોરી કરતા હતા. પરંતુ પોલીસની બાજ નજરે આ ચોરને દબોચી લીધા છે.

પોલીસે ઝડપી લીધા: ધોરાજી તાલુકાના તોરણીયા ગામ પાસેથી ધોરાજી પોલીસે સુકા લાલ મરચાની ચોરી કરતી ગેંગને ઝડપી લીધી હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સો બનતાની સાથે લોકો પણ ચોંકી ગયા હતા કેમ કે આજ દિવસ સુધી કોઇએ આવી ચોરી નહીં જોઇ હોય કે જેમાં મરચાની ચોરી થાય. ખેડૂતોના તૈયાર માલને લૂંટવા માટે બેઠેલા ચોરોને પોલીસે બાતમીને આધારે દબોચી લીધા છે.

દિવસે મરચાના વ્યાપારી બની રાત્રે મરચાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

કેવી રીતે કરતા ચોરી: આ ગેંગની એક વ્યક્તિ દિવસ દરમિયાન સુકા લાલ મરચાની ખેતી કરતા ખેડૂત પાસે જઈ અને આમ મરચાનો ભાવ તાલ કરી તેમની પાસે રહેલી માલ સામાન અને સુકા મરચાઓની માહિતી મેળવી લેતા. આ માહિતી મેળવ્યા બાદ તેઓ રાત્રી દરમિયાન ખેતરમાં પડેલા લાલ મરચાંની ભારીની તસ્કરી કરતા હતા. આ અંગે પોલીસને મળેલી બાતમીના આધારે ધોરાજી પોલીસે ચાર વ્યક્તિઓને ઝડપી લીધા છે. ચોરીના બે ગુનાઓ શોધી કાઢ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો Rajkot Crime: યુવકને સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ આપ્યો ધોકાપાક, નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

પોલીસ ફરિયાદ:ધોરાજીના ગિરીશ દામજીભાઈ સતાસિયા નામના વ્યક્તિએ ધોરાજી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગત દિવસોમાં થયેલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધોરાજીના જામનગર રોડપર આવેલ તેમની વાડીમાંથી 16 જેટલી મરચાની ભારીની ચોરી થઈ ગયેલ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા 32 મણ મરચાની ચોરી થઈ હોય જેમની કિંમત ₹1,12,000 અંદાજે ગણી ધોરાજી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા ખેતરમાંથી મરચાની થયેલ ચોરી અંગે ધોરાજી પોલીસે ફરિયાદીની ફરિયાદ દાખલ કરી અજાણ્યા વ્યક્તિ સામે આઇપીસી કલમ 379 તેમજ 447 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીહતી.

આ પણ વાંચો Rajkot News : કોર્પોરેશને માંગણી સ્વીકારતા માંડ માંડ સફાઈ કર્મી મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો

પોલીસે કર્યો ભેદ ઉકેલ:પોલીસને મળેલી બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરવામાં આવી હતી. સફેદ કલરનું એક વાહન લઈને આટા ફેરા કરતા ચાર જેટલા વ્યક્તિઓ જુનાગઢથી ધોરાજી તરફ આવતા બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા તેઓએ મરચાની ચોરી કરેલી હતી હોવાનું તપાસમાં ચોરે કબુલ્યું હતું. આ કબૂલાત બાદ પોલીસે ચાર જેટલા વ્યક્તિઓની અટકાયત કરી ધોરાજી પોલીસ સ્ટેશનમાં તેમજ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ધોરાજી પોલીસે ભેદ ઉકેલ ઝડપાયેલા ચારેય વ્યક્તિઓ પાસેથી એક મહિન્દ્રા કંપનીની ગાડી, છ જેટલા મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ ₹2,60,500 નો મુદ્દામાલ કબજે કરી અને ઝડપાયેલા વ્યક્તિઓ સામે આગળની કાર્યવાહી છે.

Last Updated : Mar 24, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details