ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરવા અંગે અને છેડતી કરવા બાબતના કેસમાં ચુકાદો રાજકોટ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ મહેશચંદ્ર શર્માએ ( Dhoraji Court ) ચૂકાદો આપ્યો હતો. આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને ભોગ બનનાર વિદ્યાર્થિનીનો પીછો કરી અને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરવા અંગે અને છેડતી કરવા બાબતના કેસમાં ચુકાદો આપી અને આરોપીને તકસીરવાન માન્યો છે. ધોરાજી કોર્ટે( Dhoraji Court ) આરોપીને સજા અને દંડ (Dhoraji Court Sentenced Two Years Imprisonment )ફટકારેલો છે જેમાં કોર્ટે બે વર્ષની સજા ફરમાવેલ છે તથા રૂપિયા 10,000 દંડ પણ કર્યો છે.
વિદ્યાર્થિનીના વાલીએ નોંધાવી ફરિયાદઆ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસમાં ભોગ બનનારના પિતાએ એવી ફરિયાદ આપેલી હતી કે તેમની દીકરી ધોરાજીની આદર્શ સ્કૂલમાં ભણતી હતી ત્યારે આરોપી જીતેન્દ્રભાઈ નથુભાઈ ચૌહાણ તેમની દીકરી જયારે શાળાએ જતી હોય ત્યારે તેની પાછળ પાછળ જઈ અને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો અને સાથે અવાર નવાર હેરાન પણ કરતો હતો ત્યારે આ બાબતે કંટાળી જઈ અને ભોગ બનનારે પોતાના માતાપિતાને સમગ્ર બાબતે વાત કરેલ હતી જેને લઈને ભોગ બનનારના પિતાએ આ સમગ્ર બાબતે પોલીસને ફરિયાદ આપેલી હતી.
આ કલમો હેઠળ નોંધાયો ગુનો આવી રીતે બનતી ઘટના બાદ કરવામાં આવેલ ફરિયાદ બાદ પોલીસ તરફથી ફરિયાદ નોંધી અને તપાસ કરવામાં આવેલી હતી અને આ તપાસના અંતે કે.બી. સાંખલા પી.એસ.આઇ. દ્વારા આ અંગેની ચાર્જશીટ કરેલું હતું અને આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ કલમ 354 એ તથા પોક્સો એકટ (Pocso Act ) મુજબ ફરિયાદ આપેલી હતી.
ટ્રાયલ દરમિયાનની દલીલો આ કેસની આખી ટ્રાયલ ચાલી જતા ભોગ બનનારની જુબાની તથા જન્મ તારીખના આધારો અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલોને ધ્યાનમાં લઇ નામદાર અદાલતે ગુનાની ગંભીરતા નોંધેલી હતી. જેમાં દલીલમાં જણાવવામાં આવેલ કે પારેવા જેવી દીકરીઓ શાળાએ મુક્ત મને જઈ શકે અને પોતે સ્વતંત્ર રીતે ભણી શકે અને અભ્યાસ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું તે સમાજની જવાબદારી છે. જેમાં પોતાની વ્યક્તિગત ઈચ્છાઓ કે લાગણીઓ માટે કોઈ દીકરીને હેરાન કરે અને દીકરી ભણવાનું મૂકી દે તેટલી હદ સુધી તેમની પાછળપાછળ જવામાં આવે તે વાજબી નથી.
પોક્સો એકટના નવા પ્રાવધાન મુજબ કોઈપણ દીકરીનો પીછો કરવો તે પણ ગંભીર ગુનો છે. ત્યારે આ કિસ્સામાં તે પુરવાર થયો છે અને આરોપીએ આ ગુનો વારંવાર આચરેલો છે તેથી ભારેમાં ભારે સજા કરવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. જેથી સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને આ કેસની અંદર બે વર્ષની સજા તથા રૂપિયા દસ હજાર દંડ (Dhoraji Court Sentenced Two Years Imprisonment )ફરમાવેલ છે.
જામીનમુક્તિમાં ફરી આચર્યો ગુનો આરોપી પહેલાં પણ સજા ભોગવી ચૂક્યો છે. આ આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને અગાઉ પણ ધોરાજી કોર્ટ ( Dhoraji Court ) એડિશનલ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ ભારતીય દંડ સહિતા કલમ 307ના કિસ્સામાં સજા ફટકારેલી છે જેમાંથી હાલ તે જામીનમુક્ત છે ત્યારે આ સજા થતાં એડિશનલ પબ્લિક પ્રોસેબ્યુટર કાર્તિકેય પારેખને અત્યાર સુધીના સજાના ચૂકાદાઓમાં ફૂલ સો લોકોથી વધારેને સજા કરાવવાનો એક વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારે આ કેસમાં ભોગ બનનારને રૂપિયા બે લાખ વળતર ચૂકવવા પણ સરકારને આદેશ (Dhoraji Court Sentenced Two Years Imprisonment ) કરેલ હોવાનું પણ સામે આવ્યું છે.