અમદાવાદ LCB દ્વારા ધોરાજી આવકાર હોટલ પાસે દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 8 ની લાંચ માંગવાના ગુન્હામાં જેતપુરના DYSPની ધરપકડ કરી હતી.LCBને તેમની પાસેથી રૂપિયા 3 લાખ 73 હજારની રોકડ મળી આવી હતી.આ ગુનો નોંધાયા બાદ જેતપુરના DYSP જે.એમ.ભરવાડે પોતાની ફર્જના સ્થળેથી નાસી ગયા હતા.બાદમાં તેઓએ પોતાના વકીલ મારફ આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં તેમના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
લાંચના ગુનામાં નાસતા ફરતા DYSPની આગોતરા જામીન અરજી કોર્ટે કરી રદ્દ - લાંચ
રાજકોટ : લાંચના ગુનામાં નાસતા ફરતા જેતપુરના DYSPની આગોતરા જામીન અરજી ધોરાજી કોર્ટે રદ કરી હતી. 3 ઓગસ્ટના રોજ રૂપિયા 8 લાખની લાંચ લેવાના ગુનામાં નાસતા ફરતા જેતપુરના DYSP જે.એમ.ભરવાડની આગોતરા જામીન અરજી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટએ નામંજૂર કરી હતી.
તેમના વકીલે કહ્યું કે, જે.એમ.ભરવાડ લાંબા સમયથી એક દાગ વગરની કેરીયર ધરાવા છે.બોમ્બ બ્લાસ્ટ અને લઠ્ઠાકાંડ જેવા ગંભીર ગુનાની સરકાર તરફથી તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. અને જેમને ગુનેગાર અને રાજકીય લોકોના કાવતરામાં ફસાવી દેવામાં હોવાનું જણાવ્યું હતું. તેમણે હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ રજૂ કરીને આગોતરા જામીન માંગ્યા હતાં.જેમની સામે સરકારી વકીલે લાંચ ખાતાના અધિકારીએ રજૂ કરેલા સોગંદનામું અને સરકારી વકીલ કાર્તિકેય પારેખની અનેક દલીલોના અંતે ધોરાજી કોર્ટે જેતપુરના DYSP ભરવાડના આગોતરા જામીન રદ્દ કર્યા હતા.