2 જુલાઈ 2018ના ઉપલેટાના ભીમનગરમાં રહેતા અમૃતભાઈ મકવાણાએ ફરિયાદ આપેલી કે તેમના ભાઈ રમેશભાઈ ચમારવાળા પાસે લીમડાની ડાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતાં મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી.
ઉપલેટા યુવકને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાં આપનાર ધોરાજી કોર્ટે આરોપીઓને સજા ફટકારી - Crime news
રાજકોટ: ઉપલેટાના યુવકની આત્મહત્યાના બનાવમાં ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આત્મહત્યાના દુષ્પ્રેરણ આપનાર આરોપીઓને સાત વર્ષની સજા તથા દરેક આરોપીને રૂપિયા 13 હજાર દંડ ફટકાર્યો છે.
આ સ્યુસાઇડ નોટમાં તેણે તેની પ્રેમિકા, પ્રેમિકાનો પતિ સહિતના આરોપીઓના નામ લખી તેઓએ મારી નાખવાની ધમકી આપી હોવાનું લખ્યુ હતું. જેથી પોલીસે આપઘાત કરવા મજબૂર કરનારા આ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેનો કેસ ધોરાજી કોર્ટમાં ચાલ્યો હતો. સમગ્ર બાબતે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે, ઘટના સ્થળેથી આ સ્યુસાઇડ નોટ મળેલી છે.
ફોરેન્સિક તપાસમાં સ્યુસાઈડમાં લખેલા અક્ષરો મૃતકના હોવાનું સાબિત થયું હતું, આ કેસમાં ધોરાજી કોર્ટે આરોપી મનેત્રીબેન તેમના પતિ નરેન્દ્રભાઈને સાત વર્ષની તેમજ મધુબેન માધાભાઈ પારગીઓ ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત ત્રણેય આરોપીને 13-13 હજારોનો દંડ ફટકાર્યો છે.