ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં આવેલો ભાદર 2 ડેમ છલોછલ, 37 ગામોને કરાયા એલર્ટ - રાજકોટમાં વરસાદ

રાજકોટના ધોરાજીના ભૂખી પાસે આવેલ ભાદર 2 ડેમમાં( Dhoraji Bhadar 2 dam)વરસાદ બાદ જુલાઈ માસના લેવલ મુજબ ડેમ 100 ટકા ભરાયો હતો. ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક વધતા ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીના પ્રવાહની આવક વધતા ડેમનો 1 દરવાજો પ્રથમ 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. તથા નીચાણ વાળા વિસ્તોરોને એલર્ટ કરાયા છે.

ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમ છલોછલ, 37 ગામોને કરાયા એલર્ટ
ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમ છલોછલ, 37 ગામોને કરાયા એલર્ટ

By

Published : Jul 12, 2022, 2:37 PM IST

રાજકોટ:ધોરાજીના ભૂખી પાસે આવેલ ભાદર 2 ડેમમાં પાણીની ( Dhoraji Bhadar 2 dam)આવક થશે તો ડેમનાં દરવાજા ખોલવામાં આવી શકે તેવું જાહેરાત કરવામાં આવું હતી. જુલાઈ માસના લેવલ મુજબ ડેમની ભરપૂર સપાટી 52.2 પહોંચી હતી અને ડેમ લેવલ મુજબ 100 ટકા ભરાઈ( Bhadar Dam 2 )ચૂક્યો હતો અને વધુ પાણીની આવક થાય તો પાટીયા ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.

આટલા ગામને એલર્ટ કરાયા -ડેમમાં પાણીના પ્રવાહની(Rain in Rajkot) આવક વધતા ડેમનો 1 દરવાજો પ્રથમ 0.5 ફૂટ ખોલવામાં આવ્યો હતો અને બાદમાં પ્રવાહ વધતા 1.0 ફૂટ ખલવામાં આવ્યો છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગણોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા તેમજ કુતિયાણા તાલુકાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતીયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોરબંદરના ગરેજ, ચીકાસા, નવીબંદર, મીત્રાળા ગામના લોકોને એલર્ટ કરાયા છે.

ભાદર 2 ડેમ

આ પણ વાંચોઃરાજ્યમાં મેઘ 'કહેર', રાજ્યપ્રધાને કરી સમીક્ષા, 4 જિલ્લામાં હજી પણ રેડ એલર્ટ

ભાદર 2માં પાણીની આવક -ભાદર 2 ડેમની જળાશયની (Rain In Gujarat )ભરપુર સપાટી 53.1 મીટર છે જયારે જળાશયની હાલની જુલાઈ માસના લેવલ મુજબ સપાટી 52.5 મીટર પહોંચતા દરવાજો ખોલવાની ફરજ પડી છે. જુલાઈ માસના લેવલ મુજબ ડેમ 100 ટકા ભરાઈ જતા હજુ પાણીની આવક થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આથી નદી કાંઠાના 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃરાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 61 લોકોના મોત

લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના -આ સાથે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ડેમ સાઈટ તરફથી જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને નદીના પટમાં ન જવા અને નદીના પટમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ડેમમાં રાત્રે 11 વાગ્યે 0.5 ફૂટ દરવાજો ખોલ્યો હતો અને 672.59 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને હાલ 1.5 ફૂટ દરવાજો ખોલીને 2024 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી નદી કાંઠાના વિસ્તારના લોકો અને ગામોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details