ધરાર ધર્માદો કરવા મજબૂર ધરતીપુત્ર રાજકોટ :ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા અને કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરતા ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખી ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ જાહેર રાજમાર્ગ પર લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા મફત સમાન સમજીને રોડ પર ડુંગળી ફેંકી દીધી હતી. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ મૂકી હતી.
ઉગ્ર વિરોધ પ્રદર્શન :કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ વિરોધના ભાગરુપે ઉપલેટાના ખેડૂતોએ લોકોને વિનામૂલ્યે ડુંગળી વિતરણ કરી સરકારના નિર્ણય પર ચાબખા માર્યા હતા. ઉપરાંત પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ કેટલાય ટન ડુંગળી રસ્તા પર ફેંકી દીધી હતી. ઉપરાંત સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ વિનામૂલ્યે ડુંગળીનું વેચાણ :ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોના ખેતરમાં ડુંગળી તૈયાર થઈ ગઈ છે અને ડુંગળીનો પાક સંપૂર્ણ બગડી રહ્યો છે. ત્યારે ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર ખેડૂતોએ જાહેર જનતાને મફતમાં ડુંગળી આપીને કેન્દ્ર સરકારના નિકાસબંધી નિર્ણયનો વિરોધ કર્યો હતો.
પડ્યા પર પાટું લાગ્યું :ઉપલેટા પંથકના ખેડૂતોએ મફતમાં ડુંગળીઓ વહેંચી પોતાની વ્યથા વ્યક્ત કરેલ અને અને હજી જો કેન્દ્ર સરકાર આ નિકાસબંધી દૂર નહીં કરે તો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ જશે. ત્યારે ગરીબોની અને ખેડૂતોની કસ્તુરી હાલ ખેડૂતોને રડાવી રહી છે અને આ નિકાસબંધી અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પડ્યા પર પાટુ લાગી રહ્યું છે. ડુંગળી પકવતા ખેડૂતો રાતે પાણીએ રડી રહ્યા છે.
- ગોંડલમાં ખેડૂતોનો વિરોધ યથાવત, રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવતા 10 ખેડૂતોની અટકાયત
- "ACમાં બેઠા બેઠા નિર્ણય કરે, ખેતરમાં આવો તો ખબર પડે"- ડૂંગળીની નિકાસ બંધ થતાં ખેડૂતની વ્યથા