- ધન્વંતરી રથ દ્વારા 6,641 લોકોની આરોગ્ય તપાસ કરાઇ
- હાઇ-રિસ્ક અને લો-રિસ્ક વિસ્તારમાં રહેતા લોકોની આરોગ્ય તપાસ કરાશે
- જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ આપવામાં આવશે સારવાર
રાજકોટ : જિલ્લામાં જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા ગામડાઓમાં અને નગરપાલિકા વિસ્તારમાં આ ધન્વંતરી રથમાં આર. બી. એસ. કે. ડૉકટર અને તેમની સાથે પેરામેડીકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સરકારના ઈતિહાસ પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ દ્વારા નોંધાયેલા વિસ્તાર, હાઇ-રિસ્ક અને લો-રિસ્ક વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. જેમાં થર્મલગનથી શરીરનું તાપમાન માપવામાં આવે છે અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. આ સાથે બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે.
આ પણ વાંચો -રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસમાં વધારો, જિલ્લામાં 50 ધન્વંતરી રથ શરૂ કરાયા
કોરોના પોઝિટિવ દર્દીની મુલાકાત લઈને તેમના આરોગ્યની સતત સંભાળ રાખવામાં આવે
જરૂરિયામંદ દર્દીને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારમાં વધારાના 20 સંજીવની રથ ફાળવવામાં આવેલા છે. જેમાં એક આયુષ મેડિકલ ઓફિસર, એક ફિમેલ હેલ્થ વર્કર અથવા મલ્ટીપર્પજ હેલ્થ વર્કર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની મુલાકાત લઈને તેમના આરોગ્યની સતત સંભાળ રાખવામાં આવે છે. તપાસ દરમિયાન જો કોઈ દર્દીની તબિયત ગંભીર જણાય તો તાત્કાલિક તેમને કોવિડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે.