રાજકોટઃધંધુકા ખાતે યુવાનની હત્યા મામલે રાજ્યમાં ઠેર ઠેર વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવી રહ્યું છે. તેમજ હત્યારાઓને કડક સજાની માંગ કરી રહ્યું છે. એવામાં આજે રાજકોટમાં પણ રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાનટોળું હિંસક બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ (Rajkot City Police)કરવામાં આવ્યો હતો.
રેલી દરમિયાન ટોળું હિંસક બન્યું
આજે રાજકોટના માલધારી સમાજ (Dhandhuka Murder Case)સહિતના વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર (Maldhari Samaj application form of Rajkot)પાઠવા માટે રેલી યોજાઈ હતી. જ્યારે રેલી દરમિયાન અનેક લોકો એકઠા થયા હતા અને સદર બજારમાં વિવિધ દુકાનોમાં તોડફોડ શરૂ કરી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ( Police lathicharge the crowd)કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા થોડા સમય માટે વિસ્તારમાં દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. હાલ સમગ્ર મામલો શાંત પડ્યોછે.