રાજકોટ :બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પોતાનો દિવ્ય દરબાર યોજના છે, ત્યારે રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જે હવે પૂર્ણતાને આરે છે. જ્યારે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને 15 ઇંચની ગદા આપવામાં આવશે. આ સાથે જ રાજકોટના અમીન માર્ગ પર આવેલા એક ફ્લેટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવશે. આ ફ્લેટમાં સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીની સમગ્ર ટીમ પણ રહેશે. રાજકોટમાં બાબાના આગમનને પગલે ઠેર ઠેર તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. એવામાં બસ હવે ગણતરીની કલાકોમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવી પહોંચશે.
Baba Bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં 15 ઈંચની ચાંદીની ગદા આપવામાં આવશે, બાબાનો ઉતારો ક્યા જૂઓ - Dhirendra Shastri gada offering in Rajkot
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ભક્તો દ્વારા 15 ઈંચની ચાંદીની ગદા અર્પણ કરવામાં આવશે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો શહેરના અમિત માર્ગ પર રાખવામાં આવ્યો છે. ત્યારે હવે બાબાના આગમનને લઈને શહેરના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
બાગેશ્વર ધામ સેવા સમિતિના તમામ સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં એક ચાંદીની ગદા અર્પણ કરવામાં આવશે. આ ગદા 15 ઇંચની હશે. જેમ કહેવત છે કે સવાયું આપવું જોઈએ એમ રાજકોટમાં 15 ઇંચની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરવામાં આવશે. આ ગદા રાજકોટના હિરેન હાપલીયા નામના ભક્ત દ્વારા તૈયાર કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં બાબા બાગેશ્વરને અમીન માર્ગ ઉપર કિંગ્સ હાઈટ્સમાં એક ફ્લેટમાં કિશોરભાઈ ખંભાતા નામના ભક્તને ત્યાં રોકાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર તો યોજાશે. આ સાથે જ રાજકોટના વિવિધ મંદિરોની પણ તેઓ મુલાકાત લે તેવી અમારી લાગણી છે. - યોગીન છાણીયાર (સેવા સમિતિના સભ્ય)
પરિવારમાં ખુશીનો માહોલ : ધીરેન્દ્ર શાસ્ત્રી જેમના ઘરે રોકાવાના છે તેવા કિશોર ખંભાતાએ જણાવ્યું હતું કે, ખુશીની વાત છે કે સાક્ષાત પરમાત્મા અમારા ઘરે આવે છે. અમે હનુમાનજી ઘરે આવતા હોય તેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ઘરે આવવાના છે. તેને લઈને તમામ તૈયારીઓને કરી રહ્યા છીએ. અમે અત્યાર સુધી આ ફ્લેટમાં રહેતા હતા, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી અહીંયા ઉતારો આપવામાં આવ્યો છે. જેના કારણે અમે નીચેના ફ્લેટમાં અમારા પરિવાર સાથે રહેવા જતા રહેશું અને ધીરેન્દ્ર શાસ્ત્રીના ટીમના જેટલા પણ સભ્યો આવશે. તે તમામ લોકોને અહીંયા રહેવાની સુવિધા કરવામાં આવશે. અમે ઘણા વર્ષોથી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલા છીએ. જ્યારે તેઓ અમારા ઘરે આવતા હોય એટલે ચોક્કસ અમારા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી 31મેના રોજ રાજકોટ ખાતે સાંજના સમયે આવી પહોંચે અને બે દિવસ રાજકોટ ખાતે રોકાણ કરશે.