રાજકોટઆજ રાણો મારા રાણાના રીતે ગીતથી પ્રખ્યાત થયેલ લોકસાહિત્યકાર દેવાયતખવડ(Folk writer Devayat Khavad) આજે 10 દિવસ પછી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. જે બાદ આ કેસમાં વધુ તપાસ રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ બનાવમાં સર્વેશ્વર ચોકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Folk writer Devayat Khavad) અને તેના મિત્ર દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક ઉપર હુમલોકરવામાં આવ્યો હતો.
અચાનક પોલીસ સમક્ષછેલ્લા કેટલાય દિવસથી દેવાયત ખવડ નામની(Dewayat Khavad case) ચર્ચા થઇ રહી છે અને તેમણે ગાયેલા ગીતો અત્યારે વાયરલ પણ થઇ રહ્યા છે. અને જેમાં લોકો તેમની મજાક ઉડાવતા પણ નજરે પડી રહ્યા છે. આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. જોકે આ ઘટનાના 10 દિવસ બાદ દેવાયત ખવડ હાજર થતા સમગ્ર કેસમાં નાટકીય વણાક આવ્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની થોડા સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એડિવિઝન પોલીસ મથકે તેની વધુ પૂછપરછ માટે લઈ જવાયો હતો. દેવાયત ખવડ અચાનક પોલીસ સમક્ષ હાજર થતા અનેક સવાલો ઊભા થયા હતા.