રાજકોટઃ આજે આપ કાર્યકર્તાઓ શહેરના બહુમાળી ચોક ખાતે પહેલાં એકઠા થવાનાં હતાં અને ત્યાંથી બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરવાના હતાં. પરંતુ આપના કાર્યકર્તાઓ એકઠા થતાં તેમની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેથી કાર્યકર્તાઓ આવેદનપત્ર આપી શક્યાં નહોતાં.
રાજકોટમાં AAPના કાર્યકર્તાઓ ફી મામલે આવેદનપત્ર આપે તે પહેલાં જ અટકાયત
રાજકોટમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ફી મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે તેમનો આ કાર્યક્રમ પૂર્ણ થઈ શક્યો ન હતો. કાર્યક્રમ પહેલાં જ આપ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટનિંગનું પાલન મહત્ત્વનું બની રહે છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમને લઇને લોકોમાં કોરોના ફેલાવાનું જોખમ પણ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું હતું.
રાજકોટમાં આપના કાર્યકર્તાઓ ફી મામલે આવેદનપત્ર આપે તે પહેલાં જ કરાઈ અટકાયત
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં કોરોનાની મહામારીમાં લોકડાઉન હોવાના કારણે મોટાભાગના કામધંધા બંધ રહ્યાં હતાં અને લોકોની રોજગારી પણ બંધ હતી જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ હાલ વિવિધ સ્કૂલોની ફી માફી માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઈને આજનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.