રાજકોટ: જિલ્લાના લક્ષ્મીનગર વિસ્તારમાં રેલવે તંત્રની જગ્યા આવેલી હોય, આ જગ્યા પર મોટી સંખ્યામાં દબાણ થયું હોવાના કારણે આજે મનપા તંત્રને સાથે રાખી રેલવે વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં રહેતા અંદાજીત 100 જેટલા ઝૂંપડપટ્ટીવાસીઓને તંત્ર દ્વારા નોટિસ પાઠવ્યા બાદ આજે ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લક્ષ્મીનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન - પોલીસ બંદોબસ્ત
જિલ્લામાં વિકાસના કામોએ ગતી પકડી છે, ત્યારે તેના પગલે તંત્રએ આજરોજ લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટી વિસ્તારને ખાલી કરાવી અને ડિમોલેશનની પ્રક્રિય હાથ ધરી હતી. જે સ્થાન પર વર્ષો જૂની નાલાની સમસ્યા હોય જ્યાં ઓવરબ્રિજને લઇ આ સમગ્ર કામગીરી હાથ ધરાઇ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લક્ષ્મીનગર વિસ્તારમાં મેગા ડીમોલેશન
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લક્ષ્મીનગર વિસ્તારમાં મેગા ડીમોલેશન
આ સાથે જ વિસ્તારમાં ડીમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આર.પી.એફ, સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લક્ષ્મીનગર ખાતે આવેલા અન્ડર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે, ત્યારે અહીં થયેલા દબાણને આજે દૂર કરવામાં આવ્યું હતું.