રાજકોટના ભાવનગર રોડ પર આવેલ આજી નદીના પટમાં અંદાજીત 50 વર્ષ કરતા પણ વધારે જૂની સખીપીરની દરગાહ આવી છે. આ દરગાહની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યાની જાણ મનપાને થઇ હતી. જેને લઇને બુધવારે મહાનગરપાલિકા દ્વારા વિજિલન્સ સ્ટાફને સાથે રાખીને આ વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
રાજકોટ મનપા દ્વારા દરગાહનું ડીમોલેશન કરાતા સ્થાનિકોમાં રોષ - દરગાહ
રાજકોટઃ મહાનગપાલિકા દ્વારા આજે શહેરના ભાવનગર રોડ પર આવેલ દરગાહનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેના પગલે આસપાસ રહેતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આજી નદીના પટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા આજે મનપાની ટીમ દ્વારા અહીં ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
rjt
જેને લઈને વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો. ધાર્મિક આસ્થાથી જોડાયેલ મુસ્લિમો આગેવાનો આ અંગે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને મનપાને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.