ગુજરાત

gujarat

ETV Bharat / state

NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિને કાજુ બદામ આપીને અનોખો વિરોધ - આર્થિક પરિસ્થિતિ

કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 50 ટકા ફી લેવામાં આવે તેવી રજૂઆત સાથે NSUI દ્વારા ઉપકુલપતિને કાજુ બદામ આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉપકુલપતિને કાજુ બદામ આપીને અનોખો વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉપકુલપતિને કાજુ બદામ આપીને અનોખો વિરોધ

By

Published : Jun 14, 2021, 10:19 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા અનોખો વિરોધ દર્શાવાયો
  • ઉપકુલપતિને કાજુ બદામ આપીને વિરોધ કરવામાં આવ્યો
  • ખાનગી કોલેજોમાં 50 ટકા ફીની રાહત આપવા કરાઈ માંગ

રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારના રોજ NSUI દ્વારા અનોખો વિરોધ દર્શવામાં આવ્યો હતો. ત્યારે, વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ હોવાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 50 ટકા ફી લેવામાં આવે તેવી રજૂઆત સાથે NSUI દ્વારા ઉપકુલપતિને કાજુ બદામ આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉપકુલપતિને કાજુ બદામ આપીને અનોખો વિરોધ

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાનો ભોગ બનેલા પરિવારના વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી

કોલેજો દ્વારા ફીમાં 50 ટકા રાહતની કરાઈ માંગ

કોરોના કાળમાં અનેક પરિવારોની આર્થિક પરિસ્થિતિ કથળી છે. જેના કારણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ફીના કારણે ભાવિ ન જોખમાય તે માટે NSUI દ્વારા યુનિવર્સિટીના ઉપકુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી રાજ્યમાં કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ છે. ત્યારે ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજો દ્વારા આ પરિસ્થિતિમાં 50 ટકા ફીની રાહત આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓના પરિવારોને આર્થિક રાહત મળી શકે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉપકુલપતિને કાજુ બદામ આપીને અનોખો વિરોધ

આ પણ વાંચો:Saurashtra University સંલગ્ન 250 Collegeના વિદ્યાર્થીઓ Vaccination જાગૃતતા માટે કેમ્પ કરશે

ફી બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરાશે: ઉપકુલપતિ

NSUI દ્વારા ફીમાં રાહત મામલે અનોખો વિરોધ નોંધવામાં આવતા યુનિવર્સિટીના ઉપકુલપતિ દ્વારા NSUIને ખાત્રી આપવામાં આવી હતી કે કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ ચાલુ વર્ષે ફી મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જ્યારે આ ફી મામલે યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓના પરિવારોને પણ આર્થિક મુશ્કેલીમાં રાહત મળી શકે.

ABOUT THE AUTHOR

...view details