ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : ઉપલેટાનો રાજાશાહી વખતનો જર્જરિત પુલ રિપેર કરવા કરાઈ માંગ

રાજકોટના ઉપલેટામાં ગોંડલ સ્ટેટ વખતનો આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજાશાહી વખતનો ભાદરનો પૂલ જર્જરિત (Dilapidated bridge of Upleta) હોવાને લઈને સમારકામ માટે તંત્ર દ્વારા બંધ કરી ડાયવર્ઝન શરૂ કરાયું છે જેમાં આ બંધ કરેલ રસ્તામાં સમારકામના કોઈપણ એંધાણ નહીં દેખાતા રાહદારીઓમાં ચોમાસાને લઈને ચિંતાનો માહોલ (Demand to repair Bhadar Bridge at upleta rajkot) જોવા મળ્યો છે.

By

Published : Jan 29, 2023, 3:44 PM IST

ઉપલેટાનો રાજાશાહી વખતનો જર્જરિત પુલ રિપેર કરવા કરાઈ માંગ
ઉપલેટાનો રાજાશાહી વખતનો જર્જરિત પુલ રિપેર કરવા કરાઈ માંગ

ઉપલેટાનો રાજાશાહી વખતનો જર્જરિત પુલ રિપેર કરવા કરાઈ માંગ

રાજકોટ:રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલો પાટણવાવ રોડ તરીકે ઓળખાતો રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ એટલે કે ભાદર પુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ જર્જરિત હાલતમાં હતો જેમાં મોરબીની બનેલી દુર્ઘટના બાદ ઉપલેટામાં આવેલા આ પુલની પરિસ્થિતિ અંગે ETV BHARAT દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ બ્રિજને બંધ કરી દઈને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સૌરાષ્ટ્રનો સૌથી મોટો પૂલ અતિશય જર્જરીત હાલતમાં, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના છતાં તંત્ર ઘોર નિદ્રામાં

તંત્ર તુરંત એક્શનમાં આવ્યું: રાજાશાહી વખતના આ જર્જરીત પુલની નબળી સ્થિતિને લઈને ETV BHARAT દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તે અહેવાલ બાદ તંત્ર તુરંત એક્શનમાં પણ આવી ચૂક્યું હતું અને આ રસ્તાને બંધ કરી દેતા 50 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થતાં રાહદારીઓ પણ રોસે ભરાયા હતા અને તેઓની વ્યથા અગાઉ પણ ETV BHARATના મીડિયાના માધ્યમથી ઠાલવી હતી જે બાદ તંત્ર ફરી એક વખત ETV BHARAT ના અહેવાલથી હરકતમાં આવી અને આ રસ્તા પર ડાઈવર્જન મૂકી વૈકલ્પિક માર્ગ શરૂ કર્યો છે.

રાજાશાહી વખતનો સૌથી લાંબો પુલ: ઉપલેટાના પાટણવાવ રોડ તરીકે ઓળખાતો આ રસ્તો કે જે રાજાશાહી વખતનો સૌથી લાંબા પુલનો રસ્તો છે તે પુલ અતિ ચર્જરીત હાલતમાં હોવાને લઈને મોરબીની જેવી દુર્ઘટના ન બને તે માટે અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું હતું અને આ રસ્તાના સમારકામ માટેની કામગીરી શરૂ કરવા માટે આ રસ્તો બંધ કરી અને ડાઈવરજન શરૂ કર્યો છે. અહિયાં રસ્તો બંધ કરી ડાયવર્ઝન છેલ્લા ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી છે, ત્યારે આટલો સમય વીત્યા છતાં પણ અહીં રસ્તા માટેના સમારકામની કોઈ પણ કામગીરી દેખાતી ન હોવાને લઈને રાહદારીઓ આવનાર દિવસોમાં આવી રહેલ ચોમાસાની ગંભીર સમસ્યાને લઇને ચિંતિત થતા જોવા મળે છે અને વહેલી તકે સમરકામની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:ઉપલેટામાં ETV Bharatના અહેવાલથી તંત્રએ ખોલી આંખ, અચાનક રસ્તો બંધ થતાં રાહદારીઓ રોષે ભરાયા

ચોમાસા પહેલા રસ્તો રીપેર કરવાની માંગ: અહીંયાથી પસાર થતાં રાહદારીઓ તેમજ ગ્રામજનો કે જેઓ આ રસ્તા પરથી અવર-જવર કરે છે, તેઓએ ETV BHARAT સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, આ રસ્તાની અંદર તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરી વહેલી તકે રસ્તો પુનઃ શરૂ કરવો જોઈએ તેવું જણાવ્યું છે અને સાથે વધુમાં તેમને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પર અહિયાં જે ડાયવર્ઝન મૂકવામાં આવ્યો છે તેમા પાણી સહિતની અનેક સમસ્યાઓ થશે અને વાહનો પણ ફસાઈ જશે તેવી પણ ગંભીર સંભાવનાઓ સામે આવી શકે છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે ચોમાસા પહેલા રસ્તો રીપેર કરી દેવામાં આવે તેવી માંગ કરી છે.

લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે:આ જર્જરીત રસ્તાને બંધ કરી દેવાયા બાદ વૈકલ્પિક માર્ગ તરીકે બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં પણ વર્તમાન સ્થિતિની અંદર જોવા જઈએ તો વાહનો અને રાહદારીઓ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, જેમાં પોતાની વ્યથા ઠાલવતા રાહદારીઓને વાહન ચાલકોએ જણાવ્યું હતું કે, અહીંયા આ ડાયવર્ઝનમાં અકસ્માતની સંભાવનાઓ રહે છે અને સાથે જ મેડિકલ ઇમરજન્સી ક્ષેત્રે પણ 50 જેટલા ગામને જોડતો આ રસ્તો મુસીબત બનતો જાય છે અને માલવાહક અને ભારવાહક તેમજ મુસાફરો ભરેલા વાહનો આ ડાયવર્ઝનના ઢાળને પસાર નથી કરી શકતા. જેને લઈને ધક્કાઓ પણ મારવા પડે છે જેથી ચોમાસામાં આ રસ્તો સાવ બંધ થાય અને અવર-જવર કરતાં અહીંયાના ગ્રામજનો અને વાહન ચાલકો માટેનો એકમાત્ર રસ્તો બંધ થાય તે પહેલા તંત્ર વહેલી તકે સમારકામ કરે તેવી પણ માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details