રાજકોટમાં સૂચિત સોસાયટીને રેગ્યુલર કરવા સ્થાનિકોની માગ
રાજકોટના પેડક રોડ પર આવેલી સોસાયટીને છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર કરવા માટે સ્થાનિકો માગ કરી રહ્યાં છે.
રાજકોટ
રાજકોટ: રાજકોટના પેડક રોડ પર આવેલી સૂચિત સોસાયટીને છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર કરવા માટે સ્થાનિકો માગ કરી રહ્યાં છે. આ માટે મંગળવારે ગાંધીસ્મૃતિ સોસાયટીના આશરે સો જેટલા રહેવાસીઓ કલેક્ટર કચેરીએ ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ દ્વારા અમારી માગણીને ધ્યાને નથી લેવામાં આવી રહી.