રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં આવેલા માણેકવાળા ગામના રાજેશ નાનજીભાઈ સૌંદરવા નામના દલિત યુવાનની ગામના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા તલવાર જેવા ઘાતકી હથિયારો વડે ઢોર માર માર્યો હતો. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર યુવાનને દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.
દલિત યુવાનની હત્યા અંગે જીગ્નેશ મેવાણીએ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત - gujarat
રાજકોટઃ જિલ્લાના કોટડાસંગાણી નજીક આવેલા માણેકવાળા ગામમાં દલિત યુવાનની હત્યા ગામના જ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હત્યા કરવામાં આવી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના દલિતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે દલિત સમાજ દ્વારા મોટી સંખ્યામાં હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ દલિત યુવાનની હત્યાને પગલે રાજકોટ ખાતે આવ્યા હતા. જિલ્લા કલેક્ટરને સમગ્ર ઘટના મામલે રજૂઆત કરી હતી.
રાજકોટમાં દલિત યુવાનની હત્યા મામલે જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા
યુવાનનું મોત થતા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાનના મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જેને પગલે શહેરના દલિત આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ શહેરના હોસ્પિટલ ચોક ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારા વિવિધ માંગ સાથે ચક્કાજામ કર્યો હતો. સમગ્ર મામલાની જાણ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થતા તેઓ પણ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.