- રાજકોટની આસપાસના ગામોમાં દીપડો દેખાયો
- લોધિકાના ઉંડ ખીજડિયા ગામમાં દીપડો દેખાયો
- વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું સિંહનું મોનિટરીંગ
રાજકોટઃ જિલ્લાના ગામોમાં છેલ્લા 1 માસથી ત્રણ સિંહ આંટાફેરા કરી રહ્યો હોવાના સમાચાર સંભળાય રહ્યા છે. ત્યારે લોધિકાના ઉંડ ખીજડિયા ગામમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. આ દીપડો રાત્રીના સમયે ગામના અલગ-અલગ માર્ગ પર દેખાયો હતો. જેને સ્થાનિકોએ પણ જોયો હતો. હાલ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા પણ ભયનો માહોલ સર્જાયો છે. હાલ તો વન વિભાગ દ્વારા સિંહનું મોનિટરીંગ આવી રહ્યું છે. એવામાં રાજકોટમાં દીપડાએ દેખા દેતા વન વિભાગ પણ એલર્ટ થયું છે.
રાજકોટની આસપાસના ગામોમાં દીપડા દેખાયો હોવાની ઘટના સામે આવી લાધિકાના ઊંડ ખીજડિયા ગામમાં દેખાયો દીપડો
રાજકોટના લોધિકા તાલુકાના ઉંદ ખીજડિયા ગામમાં દીપડો હાલ દેખાયો હોવાનું જાણવા મળ્યું છે. ગામના સરપંચ સહિત સ્થાનિકો દ્વારા પણ ગામમાં રોજીયા માર્ગ પર આ દીપડો દેખાયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જેને ગામમાં 6 જેટલા શ્વાનોનું પણ મારણ કર્યું છે. મોટાભાગે રાત્રીના સમયે આ દીપડો દેખાયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ગામમાં દીપડો દેખાતા હાલ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
સરપંચે દીપડો દેખાયો હોવાની કરી પુષ્ટિ
લોધિકા તાલુકાના ઉંડ ખીજડિયા ગામના સરપંચ મિલન કથીરિયા દ્વારા આ મામલે જણાવામાં આવી હતી કે, રાત્રીના સમયે ગામમાં મજૂરો આવતા હતા. તે સમયે મજૂરોએ દીપડો જોયો હતો. દીપડાની ઘટના વિશે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.