મળતી માહિતી મુજબ આ મૃતદેહ ભરતભાઈ પોપટભાઈ ડાભી (ઉંમર વર્ષ 40 ) નામના યુવાનનો છે. તે 5 ભાઈઓના પરિવારમાં ત્રીજા નંબરના છે. ઉલ્લેખનીય છે કે, આ યુવાન જમણા હાથે દિવ્યાંગ હતો.
ગોંડલની ગોંડલી નદીમાં ડૂબી જવાથી દિવ્યાંગ યુવાનનું મોત - Gujarat
ગોંડલઃ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ યુવકનો મૃતદેહ શહેરના પંચનાથ મહાદેવ મંદિર પાછળ આવેલી ગોંડલી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને લઈ શહેર પોલીસના નરેન્દ્રસિંહ રાણાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
rajkot
ઘટનાની જાણ પોલીસને થતા નરેન્દ્રસિંહ રાણા સહિતની ટીમ ઘટના સ્થળ દોડી ગઈને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે યુવાનનુ મોત અકસ્માતે ડૂબી જવાથી થયું છે.