ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં કોરોનાનો કહેર, અઠવાડિયામાં એક જ પરિવારના 2 સભ્યોએ જીવ ગુમાવ્યા - રાજકોટ ન્યુઝ

રાજયમાં કોરોનાનો કાળો કહેર હજુ પણ બેકાબુ છે. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગોંડલમાં અઠવાડિયામાં કોરોના વાઇરસના કારણે એક જ પરિવારના 2 સભ્યોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યુ હતુ. ઘરના બંને મોભીની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

GONDAL NEWS
GONDAL NEWS

By

Published : Sep 26, 2020, 1:02 PM IST

ગોંડલ: શહેરના યોગીનગર વિસ્તારમાં રહેતા અને જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા સોની પરિવારના વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક જ સપ્તાહમાં બંનેના મોત નિપજયા હતા. પંદર દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમા સારવાર ચાલી રહી હતી. પહેલા વૃધ્ધ પતિનું મોત થયુ હતુ જેના આઠમાં દિવસે પત્નિનું પણ મોત થતા પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યુ હતુ.

દંપતીના પુત્ર પરેશભાઈએ જણાવ્યું હતું કે ખરેખર હોસ્પિટલમાં એકલતાના કારણે વૃદ્ધો મોતને ભેટી રહ્યા છે. જો દિવસ દરમિયાન માત્ર પંદર મિનિટ કે અડધો કલાક PPE કીટ પહેરીને દર્દીને મળવા દેવામાં આવે તો સો ટકા મને વિશ્વાસ છે કે વૃદ્ધ મોતના મુખમાં ધકેલાતા અટકી શકે. મારી સરકારને વિનંતી છે કે, ખરેખર વૃદ્ધ દર્દીઓને મળવાનો સમય આપવો જોઈએ

ABOUT THE AUTHOR

...view details