- ચિત્રનગરી પ્રોજેકટ હેઠળ શહેરમાં ફરી કામગીરી શરૂ
- હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે 60થી પણ વધુ ચિત્રો દોરવામાં આવ્યા
- ડેડ વૃક્ષને પણ સુંદર બનાવાયું
રાજકોટ : શેહરની ચિત્રનગરી પ્રોજેકટ હેઠળ શહેરમાં ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ દ્વારા ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલા હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે 60થી પણ વધુ ચિત્રો દોરવામાં આવ્યા છે. ત્યારે આ પ્રોજેકટમાં પ્રથમ વખત જ ડેડ વૃક્ષ એટલે કે, એવું વૃક્ષ જેના પર કોઈ પણ જાતના ફળ ફૂલ આવતા ન હોય તેવા બિહામણા થઈ ગયેલા વૃક્ષને સુંદર બનાવવાનું કામ આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
રાજકોટની ચિત્રનગરી પ્રોજેકટ હેઠળ દીવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા પ્રથમ વખત ડેડ વૃક્ષને ફરી સુંદર બનાવાયું
રાજકોટના ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલા હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે 60થી પણ વધુ ચિત્રો દોરવામાં આવ્યા છે. જેમાં ડેડ અને ફૂલ ન ઉગતા હોય તેવા વૃક્ષને પણ રંગબેરંગી કલરથી ફરી સુંદર દેખાય તેવા બનાવવામાં આવ્યા છે. જે હાલ યુનિવર્સિટી કેમ્પસમાં આકર્ષકનું કેન્દ્ર બન્યા છે. ચિત્રનગરીની ટીમ દ્વારા શહેરમાં પ્રથમ વખત જ આ પ્રકારના ડેડ વૃક્ષને કલર ફૂલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધી દીવાલો, તેમજ પોલીસ સ્ટેશનની દીવાલો અને જેલની દીવાલો સહિતના સ્થળે અલગ અલગ પ્રકારના ચિત્ર અને સ્લોગન લખવામાં આવ્યા છે.