આ સમય દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રાજકોટ ખાતે હતા. તેમ છતાં રાજકોટ પોલીસે ક્રિકેટ બંદોબસ્ત સારી રીતે પાર પાડ્યો હતો. તેમજ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ઇમ્પિરિયલ હોટેલમાં રોકાઈ હતી.
IND vs AUS : ડેવિડ વોર્નરે પોતાની ટ્રોફી રાજકોટ પોલીસને ભેટ કરી
રાજકોટ : બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જેમાં રાજકોટ શહેરની પોલીસે બંને ટીમોની સુરક્ષા માટે સજ્જ હતી. તેમજ ખૂબ સારી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. ત્યારે ડેવિડ વોર્નર રાજકોટ પોલીસની સુરક્ષા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેથી તેણે પ્રથમ વનડે માં મળેલી મેન ઓફ ધી મેચની ટ્રોફી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.ચાવડાને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ભેટ કરી હતી.
રાજકોટ પોલીસની હોટેલ પરની અને ગ્રાઉન્ડ પર આવવા જવા માટેની સુરક્ષા વ્યવસ્થાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ખૂબ પ્રભાવિત થઈ હતી. તેમજ ખૂબ પ્રશંસા પણ કરી હતી. જેના લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પોતાને પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચ ટ્રોફી સામેથી પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ચાવડાને આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જેઓ સતત ખડે પગે ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે ઇન્ચાર્જ તરીકે બંદોબસ્તમાં રહ્યા હતા. તે ઉપરાંત ખૂબ જ સારી રીતે તેઓની ફરજ બજાવેલી હતી. ત્યારે તેઓને યાદગીરી રૂપે ડેવિડ વોર્નરે પ્રથમ વન-ડે મેચમાં મળેલ મેન ઓફ ધી મેચની ટ્રોફી રાજકોટ શહેર પોલીસને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ભેટ કરી હતી.