- રાજકોટમાં ઓલ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનનું આયોજન
- 108માં ફરજ બજાવતા કર્મચારીની પુત્રીએ ફેશન શોમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો
- બિન્દ્રા વ્યાસે ઓલ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઈઝ મળ્યો
રાજકોટઃ જસદણમાં 108 ઇમરજન્સી સેવામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીની પુત્રીએ રાજકોટમાં યોજાયેલો ઓલ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.
ઓલ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનમાં 108માં ફરજ બજાવતા કર્મચારીની પુત્રીએ મેળવ્યો ફર્સ્ટ પ્રાઈઝઓલ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનમાં 108માં ફરજ બજાવતા કર્મચારીની પુત્રીએ મેળવ્યો ફર્સ્ટ પ્રાઈઝ રાજકોટ ખાતે હાલમાં જ ઓલ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં જસદણમાં 108 માં ફરજ બજાવતા કર્મચારી પુનિત વ્યાસની પુત્રી બિન્દ્રા વ્યાસે પણ ભાગ લીધો હતો. કોમ્પિટિશનમાં ઉજ્જવળ દેખાવ કરતા બિન્દ્રાને કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઈઝ મળ્યો હતો. આ સાથે જ બિન્દ્રાએ પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.