ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં પુત્રવધૂનો પોર્ન વીડિયો બનાવવાના મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર - Daughter in law porn video

સૌરાષ્ટ્ર પાટનગર એવા રંગીલા શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ સાસુ સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વીડિયો બનાવી વેબસાઈટ પર મુકવામાં આવ્યા હતા. રાજકોટ એસીપી વિશાલ રબારી આપેલી માહિતી અનુસાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પુત્રવધૂનો પોર્ન વિડિયો બનાવવાનો મામલો, આરોપીઓના રિમાન્ડ મંજૂર
રાજકોટમાં પુત્રવધૂનો પોર્ન વિડિયો બનાવવાનો મામલો, આરોપીઓના રિમાન્ડ મંજૂર

By

Published : Aug 17, 2023, 11:45 AM IST

રાજકોટમાં પુત્રવધૂનો પોર્ન વિડિયો બનાવવાનો મામલો, આરોપીઓના રિમાન્ડ મંજૂર

રાજકોટમાં:ત્રણ દિવસ અગાઉ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પતિ સાસુ સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વીડિયો બનાવવામાં આવ્યા હતા. આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે આ ત્રણેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોર્ન વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા. જ્યારે 10થી વધુ વખત પુત્રવધુને ઓનલાઈન સેક્સ કરાવવામાં આવ્યું હતું.

"આ ગુનાના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ગુનાઓને લગતા જે પણ ટેકનિકલ પુરાવો છે જેવા કે વીડિયો સહિતના પુરાવાનું કલેક્શન કરવાનું હાલ શરૂ છે. જે પ્રકારની ફરિયાદ છે તેના સત્યના આધારે અન્ય કોઈ વધુ પુરાવો હાથ લાગે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. "--વિશાલ રબારી (એસીપી, રાજકોટ)

ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર:કોર્ટ દ્વારા આ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ બાદ આ મામલે અનેક નવા ખુલાસા પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જાણવા મળી રહી છે. રાજકોટમાં પુત્રવધુના પોર્ન વીડિયો બનાવીને વેબસાઇટ ઉપર અપલોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હાલ આ ગુનાના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

આ વેબસાઈટ ભારતમાં પ્રતિબંધિત:એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા પોર્ન વેબસાઈટ કેવી રીતના એક્સેસ કરવામાં આવી છે. જ્યારે આ વેબસાઈટ જો ભારતમાં પ્રતિબંધિત હોય છતાં પણ તે એક્સેસ થાય છે. પોલીસ દ્વારા વેબસાઈટ અંગેનો રિપોર્ટ પણ કરવામાં આવશે. આ ઘટનામાં ફરિયાદીએ જે પણ અલગ અલગ હોટેલ, ઘર સહિતની જગ્યાઓના ઉલ્લેખ કર્યો છે. તે તમામ જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ ગુનામાં કોલ ગર્લને બોલાવવાની વાત પણ સામે આવી હતી.

પોલીસ દ્વારા તપાસ:પોલીસ દ્વારા હજુ સુધી આ કોલ ગર્લ કોણ છે. તેમજ તે કઈ રીતે આ ઈસમો સાથે સંકળાય હતી તે પોલીસ તપાસમાં સામે આવ્યું નથી. પરંતુ પોલીસ દ્વારા આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનો બન્યો હતો તેના અંદાજિત દોઢથી બે મહિનાનો સમય વીતી ગયો છે. જેના કારણે પોલીસે પુરાવા એકત્ર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર થતાં હવે આરોપીની સઘન પૂછતાં જ કરવામાં આવશે.

  1. MP Rape Case: સતનામાં 5 વર્ષની માસૂમ સાથે હેવાનિયત, જેલમાંથી બહાર આવેલા નરાધમે બાળકીનું અપહરણ કરીને આચર્યું દુષ્કર્મ
  2. Mahisagar News: લુણાવાડા ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ, પોલીસ તપાસ શરૂ

ABOUT THE AUTHOR

...view details