ગુજરાત

gujarat

ETV Bharat / state

દશેરાએ CM રૂપાણી રાજકોટમાં કરશે 200 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ - રાજકોટરૂડાં

રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દશેરાના દિવસે રાજકોટનો પ્રવાસ કરશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલીકા અને રૂડાના અંદાજીત રૂ.223.62 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

etv bharat rajkot

By

Published : Oct 6, 2019, 12:13 PM IST


રાજકોટમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે 200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવાસ યોજનાનો ડ્રો, ભૂગર્ભ ગટરનું લોકાર્પણ, એલ.ઇ.ડી સેન્ટ્રલ લાઈટિંગ સહિતના અનેક કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેથી રાજકોટ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અગામી 8 તારીખના રોજ સવારે 10 કલાકે યોજાનાર છે.

ABOUT THE AUTHOR

...view details