ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ સ્વામિનારાયણ મંદિર સુધી દંડવત યાત્રા યોજાઈ - Rajkot Dandavat Yatra organized

રાજકોટ: ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ સ્વામિનારાયણ મંદિર સુધી દંડવત યાત્રા યોજવામાં આવી હતી. જેમાં 12 સંતો અને 130 દંડવત યાત્રીઓ જોડાયા હતા. તેમજ 8 વર્ષ નાના બાળકથી લઈ અને 52 વર્ષના હરિભક્તે પણ દંડવત યાત્રા દ્વારા પોતાની ભક્તિ અદા કરી હતી અને 25 સ્વયંસેવકોએ આ દંડવત્ત યાત્રામાં પોતાની અમૂલ્ય સેવા આપી હતી. 20500 દંડવત દ્વારા કુલ 37.5 કિલોમીટરનું અંતર ભક્તિભાવપૂર્વક દંડવત યાત્રીઓએ પૂર્ણ કર્યું હતું.

etv bharat

By

Published : Nov 8, 2019, 4:34 AM IST

ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ સ્થિત કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સુધી એક ભવ્ય દંડવત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે તેમજ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના નિરામય સ્વાસ્થ્યની મંગલકારી ભાવના સાથે આ એક વિશિષ્ટ દંડવત યાત્રાનો ગોંડલ અક્ષર મંદિરથી બપોરે 4:00 કલાકે કરવામાં આવ્યો હતો.

અક્ષરદેરીથી આ દંડવત યાત્રાનો પ્રારંભ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ દાસ સ્વામીએ કરાવ્યો હતો. જેમાં કુલ 12 સંતો અને 130 જેટલા દંડવત યાત્રીઓ જોડાયા હતાં.આ દંડવત યાત્રીઓની સેવા માટે 25 જેટલા સ્વયંસેવકોએ ગોંડલથી રાજકોટ સુધી પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. અત્રે નોંધનીય છે કે, આ વિશિષ્ટ ભક્તિપૂર્ણ દંડવત યાત્રામાં ૮ વર્ષના બાળકથી લઈ 55 વર્ષના હરિભક્તો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા.

ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ સ્વામિનારાયણ મંદિર સુધી દંડવત યાત્રા યોજાઈ

આ દંડવત યાત્રીઓની સલામતી, સુરક્ષા અને સેવા માટે ગોંડલથી કુલ 2 એમ્બ્યુલન્સ, 2 ટ્રાફિક ટોઈંગ કાર, 3 બસ અને રાજકોટ રૂરલ ટ્રાફિક સેવાનો સ્ટાફ જોડાયો હતો. ગોંડલ અક્ષર મંદિર દ્વારા આ તમામ દંડવત યાત્રીઓને નાસ્તાની તેમજ ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શન કરી સૌ દંડવત યાત્રીઓએ ધન્યતા અનુભવી હતી અને આ તમામ દંડવત યાત્રીઓ ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજએ પણ અંતરના આશિષ પાઠવ્યા હતા.

આમ, ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિભાગના સંયુક્ત મંડળ, બાળમંડળ અને યુવક મંડળના સંપ,અને એકતાના ભાગરૂપે આ ભવ્ય, વિશિષ્ટ અને ભક્તિ પૂર્ણ દંડવત યાત્રા યોજાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details