અનિડા વાછરા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ગોપાલ કરશન વાઘેલા નામના યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.
રાજકોટના અનિડા વાછરામાં દલિત યુવકની હત્યા - rajkot
રાજકોટઃ કોટડાસાંગાણીના અનિડા વાછરા ગામમાં દલિત યુવાનની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
hd
જેને લઈ કોટડાસાંગાણી મામલતદાર, સ્થાનિક પોલીસ, એલ.સી.બી સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વાડી વિસ્તારમાં ગુરૂવારની સાંજે દારૂની પાર્ટી ચાલી રહી હતી, જેમાં માથાકૂટ થતા યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.