ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: વાવાઝોડાની આગાહી હોવા છતાં ધોરાજીમાં તંત્રની ઢીલી નીતિના કારણે અનેક જગ્યાઓ પર જોખમી હોય તેવા હોર્ડિંગ્સ યથાવત - hoardings remain in place at many places

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીને પગલે સમગ્ર વિસ્તારોના તંત્ર સજ્જ થઈ અને અગમચેતીના પગલાંઓ લીધા છે. રાજકોટના ધોરાજીમાં તંત્રની ઢીલી નીતિના ઘણી જગ્યાઓ પર જોખમી બને તેવા હોર્ડીંગ યથાવત હોવાના કારણે સામાજિક આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે.

cyclone-biparjoy-lax-policy-of-system-in-dhoraji-danger-hoardings-remain-in-place-at-many-places
cyclone-biparjoy-lax-policy-of-system-in-dhoraji-danger-hoardings-remain-in-place-at-many-places

By

Published : Jun 11, 2023, 8:39 PM IST

ધોરાજીમાં તંત્રની ઢીલી નીતિ

રાજકોટ: વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે ઠેર ઠેર દરેક તંત્રએ પગલાંઓ લીધા છે. ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં લોખંડના હોર્ડિંગ્સ લગાડેલ જોવા મળેલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતમા વાવાઝોડા અને વરસાદની તેમજ તથા ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અન્ય શહેરમાં તંત્ર દ્વારા લોખંડના હોર્ડિંગ્સ કાઢી નાખ્યા છે પણ ધોરાજી શહેરમા તંત્રની ઘોર બેદરકારી જોવા મળતા સામાજિક આગેવાનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.

અનેક જગ્યાઓ પર જોખમી હોય તેવા હોર્ડિંગ્સ યથાવત

'ધોરાજી શહેરના મુખ્ય બજાર અને મુખ્યચોકોની અંદર મોટા હોલ્ડિંગો રાખવામાં આવ્યા છે જે ભારે પવનના કારણે તૂટી અને કોઈ વ્યક્તિ ઉપર પડી જાય તો વ્યક્તિને ગંભી રીતે ઇજાગ્રસ્ત કરી શકે છેજીવનું જોખમ પણ ઊભું કરી શકે છે. તે બાબતે તંત્રએ સતર્કતા રાખવી દૂર કરી દેવા જોઈએ.' -ધર્મેન્દ્ર બાબરીયા, સામાજિક આગેવાન, ધોરાજી

જોખમી લોખંડના હોર્ડિંગ્સ:હાલ ગુજરાત રાજ્યમા વાવાઝોડાની આગાહી હવામાન વિભાગે કરેલ છે અને સાથે ભારે પવન તેમજ વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહી હોવા છતાં ધોરાજી શહેરમા અનેક જોખમી લોખંડના હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરીઓ કરવાની હોય છે ત્યારે ધોરાજીના ગેલેક્સી ચોક, જેતપુર રોડ તથા અન્ય વિસ્તારોમા આવા અનેક જોખમી લોખંડના એંગલ વારા હોર્ડિંગ્સ યથાવત છે.

'હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે ત્યારે ધોરાજી શહેરના ઘણા ખરા મોટા લોકોની અંદર અને જાહેર કચેરીઓની નજીક જ મોટા હોલ્ડિંગ લાગ્યા છે જે તંત્ર એ તાત્કાલિક અસરથી દૂર કરી દેવા જોઈએ. જો ભારે પવન આવે તો આ હોદ્દીન કોઈ વ્યક્તિ ઉપર પડી જાય તો વ્યક્તિને જાનનું જોખમ પણ થાય છે. જે બાબતે તંત્રએ ગંભીરતા લઈને તાત્કાલિક અસરથી દૂર કરી દેવા જોઈએ.'-ધીરજલાલ ઠેસિયા, સ્થાનિક એડવોકેટ, ધોરાજી

વાવાઝોડાનું સંકટ:ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ હજી ટળ્યુ નથી. વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલતા પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ વળ્યુ છે. બિપરજોય વાવાઝોડા મામલે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. થોડા સમય પહેલા વાવાઝોડું ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ ઓછી હતી, તેમ છતાં તંત્ર તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા સજ્જ થઈ ગયું હતું.

  1. Cyclone Biparjoy: વાવાઝોડુ 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, તમામ બંદરો પર ચાર નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું
  2. Cyclone Biparjoy: વાવાઝોડાના ખતરાને પગલે એનડીઆરએફની ટીમ વેરાવળમાં તૈનાત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details