એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલજામ્યો છે, ત્યારે બીજી તરફ IPL મેચ રમાઈ રહીછે. પોલીસે પણઆ પરિસ્થિતિમાં સક્રિય થઈ છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે બાતમીના આધારેIPL મેચપર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો છે. શહેરની અયોધ્યા રેસિડન્સીમાં રહેતા ઇસમને ક્રાઇમબ્રાન્ચે મોબાઇલમાં આઈ.ડી બનાવીને સટ્ટો રમતા ઝડપી પાડ્યો છે.
ક્રાઇમબ્રાન્ચે IPL મેચ પર સટ્ટો રમતા ઇસમ ઝડપાયો - playing
રાજકોટ: રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આજે IPL T-20મેચ પર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ અયોધ્યા રેસિડન્સીમાં રહેતા તેજસ સુરેશભાઈ બગડીયા નામનો ઈસમ મોબાઈલ પર આઇ.ડી બનાવીને હાલમાં ચાલી રહેલી IPL મેચ પર સટ્ટો રમતો હતો. ક્રાઇમબ્રાન્ચે ઇસમને ઝડપી પાડી તેની પાસે રહેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
સ્પોટ ફોટો
આ ઈસમના ઘરમાંથી ક્રાઇમબ્રાન્ચે સટ્ટામાં ઉપયોગમાં લેવાયલ ટી.વી, મોબાઈલ અને રોકડ રૂપિયા સહિતનો મુદામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.