રાજકોટઃ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની (Amrit Mahotsav) ઉજવણી (country first gurukul in Rajkot) કરવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 1948માં વસંત પંચમીના દિવસે (Vasant Panchami in 1948) સ્વામિનારાયણનું પ્રથમ ગુરુકુળ રાજકોટમાં ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા સ્થપાયું હતું. જેના 75 વર્ષ પૂર્ણ થતા આજે રાજકોટ ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દેશના અનેક મહાનુભાવો હાજરી આપી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં અને ગુજરાતમાં મળીને કુલ 51 જેટલા ગુરુકુળ કાર્યરત કરાયા છે. (vasant Panchami)
1948ના વસંત પંચમીના રોજ રાજકોટમાં દેશના પ્રથમ ગુરુકુળ થઈ હતી સ્થાપના - Country first Gurukul in Rajkot
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 75 વર્ષ પૂર્ણ થતા (country first gurukul in Rajkot) રાજકોટ ખાતે અમૃત મહોત્સવની (Amrit Mahotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ ગુરુકુળની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 51 જેટલા ગુરુકુળ કાર્યરત છે.(vasant Panchami)
ગુરુકુળનું નિર્માણ:સ્વામિનારાયણ ગુરુકુળની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 51 જેટલા ગુરુકુળ કાર્યરત છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં આ ગુરુકુળ કાર્યરત છે. જ્યારે વિશ્વની વાત કરવામાં આવે તો છ જેટલા દેશોમાં પણ ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે પણ કાર્યરત છે. હાલમાં વિવિધ ગુરુકુળમાં 30,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ સંસ્કારની સાથે શિક્ષણ લઈ રહ્યા છે અને દેશના આદર્શ નાગરિક બની રહ્યા છે.
શ્રેષ્ઠ પ્રકારના ઉદ્યોગપતિઓ:સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રુતિ પ્રકાશદાશે ETV BHARAT ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું(The countrys first Gurukul ) હતું કે આગામી 36 વર્ષમાં ગુરુકુળનો લક્ષ્યો છે કે ભારતનો પ્રત્યેક નાગરિક એનકેન પ્રકારે ગુરુકુળના સંસ્કારથી સંસ્ક્રીત હોવો જોઈએ. જ્યારે આ ગુરુકુળમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણીગણીને આજે 56થી વધુ દેશોમાં ફેલાયેલા છે. જેમાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ તો શ્રેષ્ઠ પ્રકારના ઉદ્યોગપતિઓ છે. જેમકે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ, બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણી, જ્યારે ભારતમાં હાર્ટના સ્ટેન્ડનું નિર્માણ કરનાર સહજાનંદ ટેકનોલોજીના ધીરુભાઈ કોટડીયા પણ રાજકોટ ગુરુકુળમાં જ ભણ્યા છે.