- ગોંડલ માર્કેટયાર્ડમાં થશે કપાસની ખરીદીની શરુઆત
- CCI દ્વારા 20 કિલો કપાસની 1,155 રુપિયાના ભાવે ખરીદી થશે
- માર્કેટયાર્ડની ખુલ્લી હરાજીમાંથી થશે ખરીદી
રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે - રાજકોટ માર્કેટયાર્ડ
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટયાર્ડમાં આગામી દિવસોમાં કપાસની ખરીદી શરુ કરવામાં આવશે. માર્કેટયાર્ડમાંથી CCI દ્વારા 1 હજારથી વધુના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે.
![રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે ગોંડલ માર્કેટયાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9637995-1043-9637995-1606135454970.jpg)
ગોંડલ માર્કેટયાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં આગામી દિવસોમાં એટલે કે એક બે દિવસમાં CCI દ્વારા સરકારની ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની શરુઆત થશે. માર્કેટયાર્ડના ચેરમેન ગોપાલ શીંગાળા સહિતના યાર્ડ સતાધીશોને CCIના અધિકારીઓ સાથે વાતચીત હતી. યાર્ડના ચેરમેનની સાથે CCIના અધિકારીઓ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ CCI દ્વારા ગોંડલ માર્કેટયાર્ડમાંથી 20 કિલો કપાસના રૂપિયા 1155/- ના ભાવે ખરીદ કરવાનું નક્કી થયુ છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે