રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સૌની યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા અભેયપર ગામમાં નાખવામાં આવલી સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અભેયપર ગામના ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે, જ્યારે નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી છે. એ સમયે પાઇપલાઇન ખેતરમાં યોગ્ય રીતે લેવલીંગ કરવામાં આવ્યું નથી. તેમજ માત્ર એક વર્ષના ઓછા સમયમાં જ આ પાઇપલાઇન બહાર આવી ગઈ છે. જ્યારે ખેડૂતો દ્વારા આ ઘટના અંગે તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Exclusive: રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ભ્રષ્ટાચારની આશંકા! - અભેયપર ગામ
રાજકોટ: જિલ્લાના અભેયપર ગામમાં સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી નર્મદાની પાઇપલાઇન ખેતરમાં ઉભા પાકમાં બહાર આવી ગઈ હતી. ગામના ચારથી પાંચ ખેતરોમાં આ પ્રકારની ઘટના જોવા મળી રહી હતી. નર્મદાની પાઇપલાઇન અંદાજીત એક કિલોમીટર સુધી બહાર આવી હોવાનું સામે આવ્યું હતું. Etv Bharat એ અભેપર ગામના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી હતી.
રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ભ્રષ્ટાચારની આશંકા!
ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમારી રોજગારી માત્ર ખેતી આધારિત છે. આ વર્ષે વરસાદ સારો થયો છે, જેને લઈને અમે માથે દેવું કરીને ખેતરમાં કપાસ સહિતના પાકની વાવણી કરી હતી પરંતુ આ ઘટનાથી અમારી મૂડી અને મહેનત પણ પાણીમાં ગઈ છે. હવે આપઘાત કરવાની ફરજ પડી રહી છે.