રાજકોટઃ કોરોનાના કારણે સામાન્ય માણસનો જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ વિવિધ પાર્ટીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે બુધવારે રાજકોટ કોંગ્રેસ દ્વારા પોતાના વિસ્તારમાંથી બળદગાડા લઈને ત્રિકોણબાગ ખાતે એકઠા થવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કોંગી કોર્પોરેટરો અને નેતાઓ બળદ ગાડું લઈને ત્રિકોણબાગે પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગી કોર્પોરેટરો અને નેતાઓએ નોંધાવ્યો વિરોધ, પોલીસે કરી અટકાયત - કોંગ્રેસ કોર્પોરેટર
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ વિવિધ પાર્ટીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. કોંગી કોર્પોરેટરો અને નેતાઓ બળદ ગાડું લઈને ત્રિકોણબાગે પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના 1થી 18 વોર્ડમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટાભાગના કોંગ્રેસ કોર્પોરેટર, કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મનપાના વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના 150થી વધુ કોંગી કાર્યકર્તાઓને પોલીસે ત્રિકોણબાગ પહોંચે તે પહેલા જ અટકાયત કરી હતી અને રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા તાલીમ ભવન સેન્ટર ખાતે તેમને રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જેને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે બુધવારે પણ આ દેખાવ યોજવામાં આવ્યો હતો, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓને અટકાયત કરી હતી.