ગોંડલ: શહેર તેમજ ગ્રામ્યમાં વિસ્તારમાં શનિવારે કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ શહેરમાં કૈલાસબાગમાં 3 કેસ, ભોજરાજપરા, ભવનાથ નગર, સ્ટેશન પ્લોટ, ભગવતપરામાં એક એક કેસ નોંધાયા છે.
રાજકોટ: ગોંડલમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 110 થયો
ગોંડલમાં શનિવારે કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી અત્યાર સુધીમાં કોરોનાનો પોઝિટિવ કેસનો કુલ આંકડો 110 થયો છે.
રાજકોટ : ગોંડલમાં કોરોનાનો આંક 110એ પહોચ્યો
જ્યારે ગ્રામ્યમાં કંટોલિયામાં 3 તેમજ પીપળીયામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હેલ્થ ટીમ દ્વારા કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલા લોકોને કવોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં મળીને કોરોનાનો આંક કુલ 110એ પહોંચ્યો છે. જેમાંથી 49 દર્દીઓ કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. જ્યારે હાલ 56 એકટિવ કેસ છે.