રાજકોટઃ કોરોનાનો કહેર હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - Update of Gujarat Corona
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે, ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
![સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:54:23:1598199863-gj-rjt-04-vc-corona-av-7202740-23082020213811-2308f-1598198891-487.jpg)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કુલપતિ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચિંતાનો મહોલ સર્જાયો હતો, જો કે, કુલપતિની તબિયતમાં હાલ સ્વસ્થ હોવાના કારણે તેઓ 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Last Updated : Aug 23, 2020, 11:31 PM IST