રાજકોટઃ શહેરમાં 41 વર્ષના પુરુષ દર્દીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે. આ પુરુષ રાજકોટના જંલેશ્વર વિસ્તાર આવેલી શેરી નંબર 27માં રહે છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો સામે - કોરોના ન્યુઝ
રાજકોટમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. જેમાં શહેરમાં 41 વર્ષના પુરુષ દર્દીને કોરોનાનો પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે.
જેમાં 5 લોકોને કોરેન્ટાઈન પણ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે અવ્યું છે કે, જે પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે ટીબી ગ્રસ્ત છે. તેમજ તે છેલ્લા 5 દિવસથી બીમાર હતો. જો કે, પુરુષ દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયો હતો, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા તેને દાખલ થવાનું કહેતા તે નાસી છૂટ્યો હતો.
ત્યારબાદ આરોગ્ય તંત્ર અને પોલીસ કર્મીઓએ દર્દીને ઘરે જઈને પરત લાવી હતી અને તેનો રિપોર્ટ કરવામાં આવતા આ પુરુષમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો, અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 11 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યનો એકનો સમાવેશ થાય છે. જ્યારે ચાર કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.