ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોરોનાનો હાહાકાર, એક જ દિવસમાં 5 દર્દીઓના મોત - Racecourse Park

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ એક જ દિવસમાં 5 દર્દીઓના મોત થતા શહેરભરમાં કોરોનાનો ભય વધી રહ્યો છે.

રાજકોટમાં કોરોનાનો હાહાકાર, 1 જ દિવસમાં 3 દર્દીના મોત
રાજકોટમાં કોરોનાનો હાહાકાર, 1 જ દિવસમાં 3 દર્દીના મોત

By

Published : Jul 2, 2020, 8:06 PM IST

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારના રોજ એક જ દિવસમાં રાજકોટમાં 5 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. જેને લઈને શહેરભરમાં કોરોનાનો ભય વધી રહ્યો છે.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય કૈલાશબેન કુરજીભાઈ પટેલ નામના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારબાદ રેસકોર્સ પાર્કમાં રહેતા ખાનગી સ્કૂલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 67 અરુણભાઈ ભગવાનદાસ ઠકરાર નામના વૃદ્ધનું અને શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા રાજુભાઇ સોલંકી નામના પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.

રાજકોટમાં એક જ દિવસમાં કોરોનાના 7 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોના બેકાબૂ બની રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે.

ABOUT THE AUTHOR

...view details