ગોંડલ: રાજકોટના ગોંડલમાં મહાત્મા ગાંધી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાલ વૈશ્વિક મહામારી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ ભગવાન બનીને લોકોની સેવા કરી રહ્યા છે. ગોંડલમાં ગાંધી જયંતી નિમિત્તે કોરોના વોરિયર્સનું સન્માન કરીને ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગોંડલમાં ગાંધી જ્યંતીના દિવસે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા - ગોંડલમાં કોરોના વોરિયરસનું સન્માન
રાજકોટના ગોંડલમાં મહાત્મા ગાંધી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાલ વૈશ્વિક મહામારી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ ભગવાન બનીને લોકોની સેવા કરી રહ્યા છે. ગોંડલમાં ગાંધી જયંતી નિમિત્તે કોરોના વોરિયર્સનું સન્માન કરીને ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ અને ગોંડલ બાર એસોસિએશન દ્વારા કોરોના વોરિયર્સને ગાંધીજયંતી નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ન્યાયમૂર્તિ પંડિત મેડમ દુઆ મેડમ, ગોંડલ બાર એસોસિેએશનના પ્રમુખ રૂમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ગીરીશભાઈ ધાબલીયા, પરેશભાઈ રામાણી, નિરંજનભાઇ ભંડેરી, હિતેશભાઈ સાટોડિયા, મેહુલભાઈ સોજીત્રા, ડી કે શેઠ, જે કે ડોબરીયા, રવિરાજ ઠકરાર તેમજ ડિમ્પલબેન વ્યાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર રાજેશકુમાર આલ, મામલતદાર ચુડાસમા, નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ, ટીડિઓ ગોહિલ, મેડિકલ ઓફિસર સિંહા, હેલ્થ ઓફિસર ગોયલ, પીઆઇ રામાનુજ, PI.પલાચાર્ય, PSI બી એલ ઝાલા,PSI બાટવા તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક વાણવી સહિતના અધિકારીઓને સન્માનિત કરાયા હતા.