રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો આતંક જોવા મળી રહ્યો છે. આ વાઈરસને ભારતમા ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરાવવા માટે પોલીસને 24 કલાક ખડેપગે રહેવું પડે છે. આવી આકરી પરિસ્થિતિમાં પોલીસના જવાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે બુધવારે જિલ્લા પંચાયત ચોક ખાતે એક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ આરોગ્ય કેમ્પમાં રાજકોટ પોલીસના 300થી વધુ કર્મીઓ અને 100 જેટલા હોમગાર્ડ અને TRBના જવાનોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ ઈન્ડિયન મેડીકલ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. જેમાં નામાંકિત તબીબોએ પોતાની સેવા આપી હતી.