ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ એરપોર્ટ પર કોરોના વેક્સિનનું આગમન - Corona Vaccine reached to Rajkot

કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજકોટવાસીઓમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર કોરોના વેક્સિનનું આગમન થઇ ચૂક્યું છે, ત્યારે જલ્દી જ લોકોને રસીકરણ કરવામાં આવશે.

રાજકોટ એરપોર્ટ પર કોરોના વેકસીનનું આગમન
રાજકોટ એરપોર્ટ પર કોરોના વેકસીનનું આગમન

By

Published : Jan 13, 2021, 8:58 AM IST

Updated : Jan 13, 2021, 9:44 AM IST

રાજકોટઃ શહેરમાં કોરોના વેક્સિનનું આગમન થયું છે. સવારે 7 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો હતો. જેનું કૃષિપ્રધાન આર.સી ફળદુ, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા કલેક્ટર રેમ્યા સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાંથી સૌરાષ્ટ્રના 8 જેટલા જિલ્લાઓમાં કોરોના વેક્સિનને મોકલવામાં આવશે. કોરોના વેક્સિનનું આગમન થતા જ રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

રાજકોટ એરપોર્ટ પર કોરોના વેકસીનનું આગમન

પ્રથમ તબક્કામાં 77 હજાર ડોઝનું થયું આગમન

રાજકોટમાં આજે (બુધવાર) વહેલી સવારે કોરોના વેક્સિનનું આગમન થયું છે. હવાઇ માર્ગ દ્વારા આ વેકસીન રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી હતી. જેનું રાજકોટમાં કંકુ અને તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોના વેક્સિન રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા બાદ અહીંથી રેસકોર્સ નજીક આવેલા વેક્સિન સ્ટોર ખાતે ખસેડવામાં આવી હતી.

ગ્રીન કોરિડોર વચ્ચેવેક્સિનસ્ટોરમાં ખસેડાઇ

કોરોના વેક્સિનને રાજકોટ એરપોર્ટ ખાતેથી રેસકોર્સ ખાતે આવેલા વેક્સિન સ્ટોર ખાતે ખસેડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોના વેક્સિનને રાજકોટ વેકસીન સેન્ટર ખાતે ખસેડાઇ હતી. જો કે આ સમયે દરમિયાન એરપોર્ટ ખાતે આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં ઉભા રહીને તાલીઓના ગણગણાટ સાથે કોરોના વેક્સિન વાનને વધાવી હતી.

Last Updated : Jan 13, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details