- વાડોદર ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી વેક્સિનેશનની કામગીરી
- મુરલીધર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું વેક્સિનેશ કેમ્પનું આયોજન
- સિનિયર સિટીઝન માટે ખાસ એક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું
રાજકોટઃ વૈશ્વિક મહામારી કોરોનાની હાલ વેક્સિનેશન પ્રક્રિયા શરૂ છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે મુરલીધર યુવા ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ એક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાડોદર ગામના વૃદ્ધોને કોરોના વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી હતી.
વાડોદર ખાતે યોજયો કોરોના વેક્સિનેશન કેમ્પ 60 વર્ષથી ઉપરના લોકોને પ્રથમ ડોઝ
વૈશ્વિક મહામારી સામે લાડવા અને તેમની સામે રક્ષણ મેળવવા સરકાર દ્વારા હાલ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિનના પ્રથમ ડોઝ અપાઈ રહ્યા છે. જેથી આ કોરોના મહામારી સામે લાડવા અને તેમને નાબૂદ કરવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે.
વાડોદર ખાતે યોજવામાં આવ્યો કોરોના વેક્સિનેશન કેમ્પ વાડોદર ગ્રામ પંચાયત ખાતે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઇ
વાડોદર ગામે મુરલીધર યુવા ગ્રુપના સભ્યો દ્વારા કોરોના વેક્સિન અંગે અગાઉ ગામમાં જાગૃતતા લાવી અને દરેક 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન લેવા માટેની વાત કરી અને આ વેક્સિન લેવાના ફાયદા અને તેના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી અને લોકોને આ વેક્સિન લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જે બાદ વાડોદર ગ્રામ પંચાયત ખાતે વેક્સિન આપવાની કામગીરી કરાઈ હતી.