- રાજકોટ કોરોનાના કેસમાં સતત વધારો
- 65 પોઝિટિવ કેસ નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું
- માર્ચ મહિનામાં દસ દિવસમાં 450 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે
રાજકોટ: શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. 53 દિવસ બાદ એવું બન્યું છે કે, કોરોનાના કેસ રાજકોટ શહેરમાં 60થી વધારે આવ્યા ચાલુ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનામાં દસ દિવસમાં 450 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું આરોગ્ય વિભાગ તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગ સહિતની કામગીરી કરી રહી છે
બીજી તરફ 65 પોઝિટિવ કેસની સામે માત્ર 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એટલે કે રિકવરી કરતાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં મનપાના આરોગ્ય અધિકારી લલિત વાંજાએ જણાવ્યું હતું કે, મનપા આરોગ્ય વિભાગ તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગ સહિતની કામગીરી કરી રહી છે. તો સાથે જ નવા સ્ટ્રેઇનને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને યુકેથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 710 પોઝિટિવ કેસ